Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડૉક્ટરનું પરાક્રમ, ઑપરેશન થિયેટરમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ

ડૉક્ટરનું પરાક્રમ, ઑપરેશન થિયેટરમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ

11 February, 2024 01:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિષેક તરીકે ઓળખાયેલા આ કસૂરવાર ડૉક્ટરને રાજ્ય સરકારે નોટિસ મોકલી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સરકારી હૉસ્પિટલના ઑપરેશન થિયેટરમાં લગ્ન પૂર્વેનો ફિઆન્સી સાથેનો વિડિયો શૂટ કરનાર કર્ણાટકના એક ડૉક્ટરે નોકરી ગુમાવી દીધી છે. અભિષેક તરીકે ઓળખાયેલા આ કસૂરવાર ડૉક્ટરને રાજ્ય સરકારે નોટિસ મોકલી હતી. આ વિડિયો વાઇરલ થયા બાદ ડૉક્ટર સામે પગલાં લેવામાં આવ્યાં હતાં. ફુટેજમાં જોવા મળે છે કે ડૉ. અ​ભિષેક દરદી પર સર્જરી કરે છે, જ્યારે તેની પાર્ટનર ડૉક્ટરને મદદ કરે છે. ડૉક્ટર અને તેની પાર્ટનર મેડિકલ ઇક્વિપમેન્ટ્સથી સજ્જ છે, જ્યારે બૅકગ્રાઉન્ડમાં લાઇ​ટિંગની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જોવા મળે છે.
લગ્ન પૂર્વેના ફોટોશૂટનો વિષય મેડિકલ કામગીરીની આસપાસ ગૂંથાયેલો હોવાનું જણાય છે, કેમ કે વિડિયોના અંતે ઑપરેશન બાદ દરદી બેઠો થઈ જાય છે અને હસે છે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2024 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK