Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરાના બર્થ-ડે પર ૧૬ મિનિટમાં ૧૬ રૂપિયામાં કંઈ પણ ખરીદો : આવી ઑફર આપવાનું કાનપુરના દુકાનદારને ભારે પડ્યું

દીકરાના બર્થ-ડે પર ૧૬ મિનિટમાં ૧૬ રૂપિયામાં કંઈ પણ ખરીદો : આવી ઑફર આપવાનું કાનપુરના દુકાનદારને ભારે પડ્યું

Published : 17 August, 2026 06:36 PM | IST | Kanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાનપુરમાં દીકરાના જન્મદિવસે ૧૬ રૂપિયામાં કપડાં વેચવાની ઑફર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં દુકાન બહાર ૩થી ૪ હજાર લોકોની ભીડ ઉમટી પડી હતી. ધક્કામુક્કી અને અફરાતફરી બાદ દુકાનદાર દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો.

 ૧૬ મિનિટમાં ૧૬ રૂપિયામાં કંઈ પણ ખરીદો : આવી ઑફર આપવાનું દુકાનદારને ભારે પડ્યું

૧૬ મિનિટમાં ૧૬ રૂપિયામાં કંઈ પણ ખરીદો : આવી ઑફર આપવાનું દુકાનદારને ભારે પડ્યું


કાનપુરના અનવરગંજ વિસ્તારમાં એક ગાર્મેન્ટ શૉપ ધરાવતા દુકાનકારે ૧૫ ઑગસ્ટની રાતે એક ઑફર સોશ્યલ મીડિયામાં વહેતી મૂકી હતી. રઈસ આલમ નામના ભાઈના દીકરાનો જન્મ હતો ૧૬ ઑગસ્ટે. દીકરાના જન્મદિવસની ઉજવણી માટે દુકાનદારે એક વિડિયો શૅર કરીને લોકોને ખુલ્લી ઑફર આપી હતી, જેમાં દાવો કર્યો હતો કે ૧૬ તારીખે ૧૬ મિનિટનો સમય આપવામાં આવશે જેમાં તમે ૧૬ રૂપિયામાં કંઈ પણ ખરીદી શકશો; સૂટ, જીન્સ, શર્ટ કે અન્ય કોઈ પણ રેડીમેડ ગાર્મેન્ટ ખરીદી શકશો. ૧૫ ઑગસ્ટની રાતે ૧૧.૫૯ કલાકે આ વિડિયો પોસ્ટ થયો હતો જેમાં દીકરાના જન્મદિવસની ખુશીમાં ૧૬ રૂપિયામાં કંઈ પણ ખરીદો એવી ઑફર આપવામાં આવેલી. જોકે અડધી રાતે જ શૅર થયેલો વિડિયો થોડી જ મિનિટમાં વાઇરલ થઈ ગયો અને દુકાન પર ત્રણથી ૪ હજાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ભીડ એટલી વધી ગઈ કે થોડી જ વારમાં ધક્કામુક્કીને કારણે અફરાતફરી મચી ગઈ. આટલીબધી ભીડ જોઈને દુકાનદાર પણ ગભરાઈ ગયો. અવ્યવસ્થા સર્જાતાં તરત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે આ બધી બબાલ જોઈને દુકાનદાર દુકાન બંધ કરીને ત્યાંથી ફરાર થઈ ગયો. એ પછી પણ ભીડ દુકાનની પાસેથી ખસવા તૈયાર નહોતી. પોલીસે લોકોને ધમકાવીને હટાવવા પડ્યા.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 06:36 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK