૮ અને ૧૩ વર્ષના કિશોરો બાળકીને પાંચ રૂપિયા આપવાની લાલચ આપીને ફોસલાવીને એક બંધ પ્લૉટની રૂમમાં લઈ ગયા
પ્રતીકાત્મક તસવીર
કાનપુરમાં હેરાન કરી દે એવો એક મામલો બહાર આવ્યો છે જેમાં હવે બાળકી પર બાળકોએ જ રેપ કર્યો છે. વાત એમ છે કે ૬ વર્ષની એક છોકરી સાથે ૧૩ અને ૮ વર્ષનાં બાળકોએ દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે. ૮ અને ૧૩ વર્ષના કિશોરો બાળકીને પાંચ રૂપિયા આપવાની લાલચ આપીને ફોસલાવીને એક બંધ પ્લૉટની રૂમમાં લઈ ગયા અને ત્યાં તેમણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. બાળકીએ જોરજોરથી ચિલ્લાવાનું શરૂ કરતાં આસપાસના લોકો દોડીને રૂમમાં પહોંચ્યા હતા અને બન્ને બાળકોને પકડી લીધાં હતાં. તરત પોલીસને બોલાવવામાં આવી હતી. આ ઘટના બુધવાર રાતની છે. ૬ વર્ષની છોકરી ઘરની બહાર રમી રહી હતી. એ વખતે ત્યાં જ રહેતા ૮ અને ૧૩ વર્ષના બે કિશોરો આવ્યા અને ચૉકલેટ અને પાંચ રૂપિયાની લાલચ આપીને તેને ખાલી મકાનની રૂમમાં લઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે જઈને આસપાસના લોકોની પૂછપરછ કરીને આ ઘટનાની પુષ્ટિ કરી હતી. ઘાયલ છોકરીને કાશીરામપુર હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી.


