વાત એમ છે કે તુલસીરામ નામના ભાઈની અગિયારમા ધોરણમાં ભણતી દીકરીને આઇફોનનો ક્રેઝ હતો. તે કોઈ પણ ભોગે પિતા તેને આઇફોન લઈ આપે એવું ઇચ્છતી હતી. તેની પાસે પોકોનો એક ફોન હતો એ પણ તેણે પોતાના ભાઈને આપી દીધો હતો, કેમ કે તે ઇચ્છતી હતી કે પિતા તેને આઇફોન લઈ આપે.
અગિયારમા ધોરણમાં ભણતી એક ટીનેજર
ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના કુશમિલિયા ગામમાં અગિયારમા ધોરણમાં ભણતી એક ટીનેજરે ઝેર ખાઈને સુસાઇડ કરી લીધું હતું. સુસાઇડ કરવા પાછળનું કારણ આઇફોન હતો. શહેરો જ નહીં, ગામડાંઓમાં પણ આઇફોનનો કેટલો ક્રેઝ વધી ગયો છે એ માટે ટીનેજરો જીવ આપી દે છે. વાત એમ છે કે તુલસીરામ નામના ભાઈની અગિયારમા ધોરણમાં ભણતી દીકરીને આઇફોનનો ક્રેઝ હતો. તે કોઈ પણ ભોગે પિતા તેને આઇફોન લઈ આપે એવું ઇચ્છતી હતી. તેની પાસે પોકોનો એક ફોન હતો એ પણ તેણે પોતાના ભાઈને આપી દીધો હતો, કેમ કે તે ઇચ્છતી હતી કે પિતા તેને આઇફોન લઈ આપે. તુલસીરામભાઈએ પોલીસને ઉદાસ થઈને કહ્યું હતું કે મારી દીકરી ઝુમકીએ આત્મહત્યા કરી એ માટે હું જ જવાબદાર છું. તેણે મને કહેલું કે જો બે દિવસમાં મને આઇફોન નહીં અપાવો તો હું મરી જઈશ. મારી પાસે ૪૦,૦૦૦ રૂપિયા નહોતા, પરંતુ મેં તેને સ્માર્ટફોન અપાવીશ એવો વાયદો કર્યો હતો, પણ તેને આઇફોન જ જોઈતો હતો. મેં તેને કહેલું કે પાક ઊતરશે પછી તને આઇફોન લાવી આપીશ, પણ તેણે બે દિવસ પછી ખરેખર આત્મહત્યા કરી લીધી.’


