તેણે કૂતરા જેવા દેખાવા માટેનો ખાસ પોશાક તૈયાર કરાવડાવ્યો હતો. તે આ કપડાં પહેરીને તદ્દન કૂતરા જેવું જ વર્તન કરતો હતો. આ વ્યક્તિ કૂતરાની માફક ખાતો અને ફરતો હતો.
Offbeat
પ્રતીકાત્મક તસવીર
એક જપાની વ્યક્તિએ હાલમાં કૂતરું બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે લગભગ ૧૨ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેણે કૂતરા જેવા દેખાવા માટેનો ખાસ પોશાક તૈયાર કરાવડાવ્યો હતો. તે આ કપડાં પહેરીને તદ્દન કૂતરા જેવું જ વર્તન કરતો હતો. આ વ્યક્તિ કૂતરાની માફક ખાતો અને ફરતો હતો. એ દરમ્યાન તેણે કૂતરાના ફેમસ સ્પોર્ટ માટેની ટ્રેઇનિંગ લેવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ કૂતરા જેવી ચપળતાની ટેસ્ટમાં તે નિષ્ફળ નીવડ્યો છે. એમાં તે ટેસ્ટ દરમ્યાન રસ્તામાં ઊભા કરાયેલા અવરોધ સાથે અથડાઈને નીચે પડી ગયો હતો. તેણે સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ શૅર કરતાં લખ્યું છે કે તમે જ્યારે કૂતરું બનો છો ત્યારે સ્ફૂર્તિથી કામ કરવા માગો છોને? છતાં મેં મારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. આ વ્યક્તિનો કૂતરા માટેનો પોશાક બનાવતાં ૪૦ દિવસ લાગ્યા હતા.