ઇન્દોરની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પ્રકૃતિ ગોરે ટ્રાફિક સિગ્નલ પર ઝીબ્રા ક્રૉસિંગમાં સૂઈને ફોટોશૂટ કરાવ્યું હતું. વિડિયો વાઇરલ થતાં પોલીસે તેની પૂછપરછ કરી, ત્યાર બાદ યુવતીએ અફસોસ વ્યક્ત કરીને માફી માગી હતી.
ફોટોશૂટ માટે યુવતી ઝીબ્રા ક્રૉસિંગ પર સૂઈ ગઈ, પોલીસે પૂછપરછ કરી તો માફી માગી લીધી
ઇન્દોરમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પ્રકૃતિ ગોરે ટ્રાફિક-સિગ્નલ પાસે ઝીબ્રા ક્રૉસિંગ પર સૂઈને ફોટોશૂટ કરાવ્યું હતું. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયા પછી ઇન્દોરની પોલીસે તેની પૂછપરછ કરી હતી. વિડિયોમાં તે રેડ લાઇટ હતી ત્યારે ઝીબ્રા ક્રૉસિંગ પર સૂઈને અલગ-અલગ પોઝમાં ફોટોશૂટ કરાવી રહી હતી. આ વિડિયો ત્યારે બનાવવામાં આવ્યો હતો જ્યારે રોડ પર ગાડીઓ સિગ્નલને કારણે રોકાયેલી હતી. એને કારણે રોડ પર થોડીક વાર માટે ચક્કા જામ થઈ ગયું હતું. પોલીસે ઊલટતપાસ કરતાં યુવતીએ તરત જ અફસોસ જતાવીને માફી માગી લીધી હતી.
