વિસ્ફોટને કારણે જો રાખનો વરસાદ શરૂ થાય તો લોકોને માસ્ક અને ચશ્માં પહેરવાની ભલામણ કરવામાં આવે છે.
જ્વાળામુખીની તસવીર
ઇન્ડોનેશિયામાં ૧૨૦થી વધુ સક્રિય જ્વાળામુખી છે. લગભગ બે અઠવાડિયાં પહેલાં માઉન્ટ રુઆંગમાં જ્વાળામુખી ફાટ્યો હતો જેને લીધે ૧૨,૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ઇબુ જ્વાળામુખી વિસ્ફોટને કારણે પાંચ કિલોમીટર સુધી રાખનો ધુમાડો છવાઈ ગયો હતો. હલમાહેરામાં આવેલા ટાપુ પર સોમવારે સવારે ૯.૧૨ વાગ્યે લગભગ પાંચ મિનિટ સુધી જ્વાળામુખી ફાટ્યો હતો. આ પહેલાં શુક્રવારે એક નાનો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે જો રાખનો વરસાદ શરૂ થાય તો લોકોને માસ્ક અને ચશ્માં પહેરવાની ભલામણ કરવામાં આવે છે.

