Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મને કોઈ દેશનો નાશ કરવાની છૂટ છે, પણ હું એક ડૉલર વસૂલી નથી શકતો

મને કોઈ દેશનો નાશ કરવાની છૂટ છે, પણ હું એક ડૉલર વસૂલી નથી શકતો

Published : 22 February, 2026 08:49 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું...

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ-પ્રશાસનની ટૅરિફને રદ કર્યા બાદ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટ પર આકરા પ્રહારો કર્યા હતા અને આ નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવતાં કહ્યું હતું કે આ ચુકાદાનો અર્થ એ છે કે ‘હું પ્રતિબંધ લગાવી શકું છું. હું જે ઇચ્છું એ કરી શકું છું. મને કોઈ પણ અને તમામ વેપાર અથવા વ્યવસાય કાપી નાખવાની છૂટ છે. બીજા શબ્દોમાં કહીએ તો હું વેપારનો નાશ કરી શકું છું. હું દેશનો નાશ કરી શકું છું, પરંતુ હું એક પણ ડૉલર વસૂલ કરી શકતો નથી.’

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે એપ્રિલમાં ઇન્ટરનૅશનલ ઇમર્જન્સી ઇકૉનૉમિક પાવર્સ ઍક્ટ (IEEPA) હેઠળ લાદવામાં આવેલી રેસિપ્રોકલ ટૅરિફને અમાન્ય ઠેરવી હતી જે ટ્રમ્પના મુખ્ય વેપાર- પગલાંમાંના એકને ફટકો હતો.



આ નિર્ણયના થોડા કલાકોમાં જ ટ્રમ્પે બધા અમેરિકન વેપાર ભાગીદારો પર ૧૦ ટકા વૈશ્વિક ટૅરિફ લાદવાની જાહેરાત કરી હતી.


ચુકાદા પછી પત્રકારોને સંબોધતાં ટ્રમ્પે કોર્ટના નિર્ણયને મૂળભૂત વિરોધાભાસી ગણાવ્યો હતો. ટ્રમ્પે દલીલ કરી હતી કે ‘આ ચુકાદો તેમની ન્યુનતમ ટૅરિફ વસૂલવાની ક્ષમતાને મર્યાદિત કરે છે જ્યારે

વધુ કડક પગલાં લેવાની મંજૂરી આપે છે. હું માનું છું કે કોર્ટનો આદેશ અન્ય દેશોને સુરક્ષિત રાખવા માટે છે. આ એ અન્ય દેશોને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવ્યું હોવું જોઈએ. ચોક્કસપણે અમેરિકા નહીં, જેને સુરક્ષિત રાખવામાં તેમને રસ હોવો જોઈએ.’


ચુકાદા છતાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ ટૅરિફને સ્થાને રાખવા માટે અન્ય વિકલ્પો અપનાવશે. અગાઉની ટૅરિફથી મોટા પાયે આવક થઈ હતી એમ જણાવતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘અમે સેંકડો-અબજો ડૉલર લઈ રહ્યા હતા. અમે આમ કરવાનું ચાલુ રાખીશું, પરંતુ હવે અન્ય વિકલ્પોનો ઉપયોગ કોર્ટે ખોટી રીતે નકારી કાઢેલા વિકલ્પોને બદલવા માટે કરવામાં આવશે. અમારી પાસે વિકલ્પો છે, મહાન વિકલ્પો છે જેનાથી વધુ નાણાં આવી શકે છે. અમે વધુ નાણાં લઈશું અને અમે એના માટે ઘણા મજબૂત બનીશું.

ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની સામેના લોકો કરતાં વધુ હોશિયાર, તેઓ આપણને છેતરતા હતા; એટલે આપણે રમત થોડી પલટાવી છે

આખી દુનિયાના દેશો પર ટૅરિફ લગાવનારા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે અને ટૅરિફને ગેરકાયદે ગણાવી છે, પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘ભારત-અમેરિકા ટ્રેડ-ડીલમાં કંઈ બદલાયું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની સામેના લોકો કરતાં વધુ હોશિયાર છે. નરેન્દ્ર મોદી અમારો ફાયદો ઉઠાવી રહ્યા હતા. જોકે હવે અમે તેમને ટૅરિફ ચૂકવતા નથી, પણ તેઓ અમને ટૅરિફ ચૂકવી રહ્યા છે, તેઓ આપણને છેતરતા હતા એટલે આપણે રમત થોડી પલટાવી છે.’

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટૅરિફને ગેરકાયદે ગણાવ્યા બાદ વાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘ભારત સાથેના મારા સંબંધો શાનદાર છે અને વૉશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચેની ટ્રેડ-ડીલમાં કોઈ ફેરફાર થશે નહીં. અમે ભારત સાથે વેપાર કરી રહ્યા છીએ. મારી વિનંતી પર ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે, કારણ કે અમે રશિયા-યુક્રેનના ભયાનક યુદ્ધનો ઉકેલ લાવવા માગીએ છીએ જ્યાં દર મહિને ૨૫,૦૦૦ લોકો મરી રહ્યા છે.’

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ભારત સાથેની ટ્રેડ-ડીલ પર અસર થશે ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે ‘કંઈ બદલાયું નથી. તેઓ ટૅરિફ ચૂકવશે અને અમે ટૅરિફ નહીં ચૂકવીએ. એથી ભારત સાથેનો સોદો એ છે કે તેઓ ટૅરિફ ચૂકવે છે. જેમ તમે જાણો છો, મને લાગે છે કે નરેન્દ્ર મોદી ખરેખર એક મહાન સજ્જન, એક મહાન માણસ છે; પરંતુ તેઓ અમેરિકાના સંદર્ભમાં જે લોકોની સામે હતા તેમના કરતાં ઘણા હોશિયાર હતા, તેઓ અમને છેતરતા હતા. એથી અમે ભારત સાથે સોદો કર્યો. એ હવે વાજબી સોદો છે અને અમે તેમને ટૅરિફ ચૂકવી રહ્યા નથી અને તેઓ ટૅરિફ ચૂકવી રહ્યા છે. અમે થોડો ફેરફાર કર્યો છે.’

ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ટ્રેડ-ડીલ પહેલાં સિસ્ટમ વિપરીત હતી, ભારતને અમેરિકા પર વધુ પ્રભુત્વ મળ્યું હતું, પરંતુ તેમની સરકારે આ વાતને ઊલટાવી દીધી છે અને એને વાજબી સોદો બનાવ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે વેપારની વાત આવે ત્યારે અગાઉ ભારત અમેરિકા કરતાં વધુ સ્માર્ટ સાબિત થયું છે.

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 08:49 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK