જોધપુરમાં એક મહિલાએ કપડાની દુકાનમાંથી ખરીદેલો ડ્રેસ એ જ દુકાનની સામે રસ્તા પર ફેંકી દીધો હતો અને એને આગ ચાંપી દીધી હતી
જુઓ મહિલાએ કરેલ પરાક્રમ
રાજસ્થાનના જોધપુરમાં એક મહિલાએ કપડાની દુકાનમાંથી ખરીદેલો ડ્રેસ એ જ દુકાનની સામે રસ્તા પર ફેંકી દીધો હતો અને એને આગ ચાંપી દીધી હતી. વાઇરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા જોરજોરથી બોલી રહી છે અને ખૂબ ગુસ્સે છે. તે કહી રહી છે કે તેણે આ ડ્રેસ ૬૦૯૫ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ એ ડિફેક્ટિવ હતો. દુકાનદારે ડ્રેસ બદલવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. દુકાનદારને વારંવાર વિનંતી કરવા છતાં તેણે પૈસા પણ પાછા ન આપ્યા કે બીજો ડ્રેસ પણ ન આપ્યો એટલે તેને લાચારી અને ગુસ્સામાં આ પગલું ભરવાની ફરજ પડી હતી.
આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ છે અને લોકો એના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો મહિલાનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે કેટલાકે દુકાનદારની નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા.


