3D પ્રિન્ટિંગ કન્સ્ટ્રક્શન એક એવી ટેક્નૉલૉજી છે જેમાં કન્સ્ટ્રક્શન 3D પ્રિન્ટર અને ખાસ કાચો માલસામાન મેળવીને કરવામાં આવે છે
એક માળની વિલા
IIT-મદ્રાસના ગ્રૅજ્યુએટ દ્વારા શરૂ કરવામાં આવેલી ત્વસ્તા નામની ટેક્નૉલૉજી કંપની દ્વારા 3D પ્રિન્ટેડ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ હેઠળ એક માળની વિલા સફળતાથી બાંધવામાં આવી છે. આ વિલા ગોદરેજ ઈડન એસ્ટેટ, પુણે ખાતે માત્ર ૪ મહિનામાં તૈયાર કરવામાં આવી છે. કૉન્ક્રીટ 3D પ્રિન્ટર વાપરીને ૨૨૦૦ સ્ક્વેર ફુટની વિલા તૈયાર કરવામાં આવી છે. ઝડપી બાંધકામ અને પર્યાવરણને ઓછું નુકસાન કરે એવી રોબોટિક અને ઑટોમૅટિક બિલ્ડિંગ ટેક્નિક વિકસાવતી કંપની ત્વસ્તા અને ગોદરેજ દ્વારા આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવ્યો હતો. આ વિલા એકદમ યુનિક ડિઝાઇન ધરાવે છે. આજુબાજુ ગ્રીનરી વચ્ચે ઊભેલી એક માળની વિલાની અંદર બંગલામાં હોય એવી બધી જ વ્યવસ્થા, સનરૂફ, અર્ધગોળાકાર દાદરા, ડબલ હાઇટ સેન્ટર લૉબી, ફર્સ્ટ ફ્લોર ગૅલરી બધું જ આકર્ષક છે. 3D પ્રિન્ટિંગ કન્સ્ટ્રક્શનના ઘણા ફાયદા છે. એમાં બાંધકામનો ખર્ચ ઘટે છે, વેસ્ટ રીસાઇકલ કરી શકાય છે અને પર્યાવરણને નુકસાન ઓછું થાય છે.
3D પ્રિન્ટિંગ કન્સ્ટ્રક્શન એક એવી ટેક્નૉલૉજી છે જેમાં કન્સ્ટ્રક્શન 3D પ્રિન્ટર અને ખાસ કાચો માલસામાન મેળવીને કરવામાં આવે છે. આ રીતે આખું સ્ટ્રક્ચર લેયર બાય લેયર તૈયાર કરવામાં આવે છે. આ રીતમાં સમાન્ય રીતે કરવામાં આવતા બાંધકામ કરતાં ઘણો ઓછો સમય લાગે છે. આ રીતે ઘણી યુનિક ડિઝાઇન તૈયાર કરી શકાય છે.


