અયોધ્યા પહોંચ્યો ત્યારે વડા પ્રધાનના પદથી મુક્ત થઈને દેશના એક સામાન્ય નાગરિક તરીકેની અનુભૂતિ મેળવી હતી.
What`s Up!
અયોધ્યા રામ મંદિર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ન્યુઝ-ચૅનલને આપેલી મુલાકાત દરમ્યાન અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલાનાં પ્રથમ દર્શન વેળાની અનુભૂતિ શૅર કરી હતી. મોદીએ કહ્યું હતું કે રામલલા સમક્ષ ઉપસ્થિત થયા બાદ મારી નજર સૌથી પહેલાં તેમનાં ચરણો પર પડી હતી. એ પછી રામલલાનાં ચક્ષુઓ નિહાળતાં જ મારી નજર થંભી ગઈ હતી. મને એવું લાગ્યું કે રામલલા કહી રહ્યા છે કે ભારતનો સમય હવે આવી ગયો છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે કેવી રીતે સંકળાયા એ વિશે પણ મોદીએ હૃદય ખોલીને વાત કહી હતી. તેમણે કહ્યું કે રામજન્મભૂમિ ટ્રસ્ટનું આમંત્રણ મળ્યા બાદ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ડૂબી જવાનો મેં નિર્ધાર કર્યો હતો. અયોધ્યા પહોંચ્યો ત્યારે વડા પ્રધાનના પદથી મુક્ત થઈને દેશના એક સામાન્ય નાગરિક તરીકેની અનુભૂતિ મેળવી હતી. ગઈ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શ્રીરામ ૫૦૦ વર્ષ પછી જન્મભૂમિમાં બિરાજમાન થયા હતા.