હૈદરાબાદના એક બિઝનેસમૅને દીકરીનાં લગ્ન માટે સોનાની સાડી બનાવડાવી છે. તેલંગણના સિરસિલા શહેરના હાથવણાટના કારીગર નલ્લા વિજય કુમારે આ સાડી બનાવીને સાડી બનાવવાનો સુવર્ણ ઇતિહાસ રચ્યો છે
અજબગજબ
નલ્લા વિજય કુમારે આ સાડી બનાવી
હૈદરાબાદના એક બિઝનેસમૅને દીકરીનાં લગ્ન માટે સોનાની સાડી બનાવડાવી છે. તેલંગણના સિરસિલા શહેરના હાથવણાટના કારીગર નલ્લા વિજય કુમારે આ સાડી બનાવીને સાડી બનાવવાનો સુવર્ણ ઇતિહાસ રચ્યો છે. ૪૯ ઇંચ પહોળી અને સાડાપાંચ મીટર લાંબી સાડીમાં ૨૦૦ ગ્રામ શુદ્ધ સોનું વપરાયું છે. ૯૦૦ ગ્રામ વજનની સોનાની સાડીની કિંમત ૧૮ લાખ રૂપિયા છે. હાથવણાટ કરતા કારીગરો માટે સિરસિલા શહેર જાણીતું છે. નલ્લા વિજય કુમારે કહ્યું કે સોનાના પાતળા દોરા બનાવવામાં ઘણો સમય લાગે છે. કારણ કે આ કામ માટે ઝીણવટપૂર્વકની તકેદારી અને ચોકસાઈ રાખવાનું ખૂબ અગત્યનું હોય છે. સોનાના દોરા બની જાય પછી ૧૦થી ૧૨ દિવસમાં સાડી વણવાનું શરૂ થાય છે. નલ્લા વિજય કુમારને સોનાની સાડી વણવાનું કામ મળ્યું એનો બહુ આનંદ છે. તે કહે છે કે આ મારે માટે સન્માન મળ્યા જેવું છે. ૧૭ ઑક્ટોબરે લગ્નના દિવસે સાડી આપવામાં આવશે.