Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જેનિફર લોપેઝનો બંગલો ખરીદવો છે?, કિંમત ૩૪૯ કરોડ

જેનિફર લોપેઝનો બંગલો ખરીદવો છે?, કિંમત ૩૪૯ કરોડ

03 February, 2023 12:11 PM IST | Los Angeles
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોપેઝના મૅન્શનમાં ખાનગી તળાવ, દરિયાકિનારો અને આઉટડોર શાવર ઉપરાંત આ ઘરમાં મહેમાનો માટે કૉટેજ છે.

જેનિફર લોપેઝનો બંગલો ખરીદવો છે?, કિંમત ૩૪૯ કરોડ

Offbeat News

જેનિફર લોપેઝનો બંગલો ખરીદવો છે?, કિંમત ૩૪૯ કરોડ


ફ્લાયગર્લ ડાન્સર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અને બિલબોર્ડ આઇકન અવૉર્ડ મેળવનાર અમેરિકન સિંગર ઍક્ટ્રેસ અને ડાન્સર જેનિફર લોપેઝે ૧૦૦ સીટનો આઉટડોર ઍમ્ફી થિયેટર ધરાવતું તેનું ૯ બેડરૂમ બેલ ઍર મૅન્શન ૪.૨૫ કરોડ ડૉલર (લગભગ ૩૪૯ કરોડ રૂપિયા)માં વેચવા મૂક્યું છે, જે તેણે ૭ વર્ષ પહેલાં ૨.૮ કરોડ ડૉલર (લગભગ ૨૨૯ કરોડ રૂપિયા)માં ખરીદ્યું હતું.  આ બેલ ઍર મૅન્શનમાં આઉટડોર ઍમ્ફી થિયેટર, ખાનગી તળાવ અને દરિયાકિનારો, ઇન્ડોર મૂવી થિયેટર, ઇન્ફિનિટી મૂવી થિયેટર, જિમ અને ૧૩ બાથરૂમ છે. 

જુલાઈમાં બેન એફ્લેક સાથે લગ્ન કર્યા પછી ૫૩ વર્ષની લોપેઝ વધુ વિશાળ અને વધુ સારી પ્રૉપર્ટી ખરીદવાનું વિચારી રહી છે. જેનિફર તેમ જ તેના પતિ બન્નેનાં અગાઉનાં લગ્નનાં મળીને કુલ પાંચ સંતાનો છે. 



જેનિફરની એસ્ટેટ અંદાજે ૧૪,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં ફેલાયેલી છે. લોપેઝના મૅન્શનમાં ખાનગી તળાવ, દરિયાકિનારો અને આઉટડોર શાવર ઉપરાંત આ ઘરમાં મહેમાનો માટે કૉટેજ છે. મુખ્ય રહેઠાણમાં એક વિશાળ ફાયર પ્લેસ, બાર, લાઇબ્રેરી અને ઊંચી સીલિંગ સાથે અદ્ભુત પ્રવેશદ્વાર ધરાવતી મુખ્ય મનોરંજન રૂમ છે. આ વિશાળ પ્રૉપર્ટીની તમામ રૂમ મોટી ટેરેસમાં ખૂલે છે. બેલ ઍર પ્રૉપર્ટી ઘર ખરીદનારને ખાનગી હાઇકિંગ ટ્રેઇલ્સની ઍક્સેસ પણ મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2023 12:11 PM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK