અમેરિકાના સીએટલમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)ની ગરબડને કારણે રેલવે-સ્ટેશન પર અચાનક ભાગદોડ મચી ગઈ હતી.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
અમેરિકાના સીએટલમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)ની ગરબડને કારણે રેલવે-સ્ટેશન પર અચાનક ભાગદોડ મચી ગઈ હતી. ૭૦ વર્ષનાં એક માજી GPSમાં જે રસ્તો દેખાતો હતો એ મુજબ કાર ચલાવતાં હતાં ત્યારે એના ખોટા દિશાનિર્દેશને કારણે કાર ૩૫ ફુટ ઊંચે આવેલા એલિવેટેડ રેલવે-ટ્રૅક પર ચડી ગઈ હતી. કાર રેલવેના પાટા પર ૪૦૦ મીટર સુધી ચાલીને પ્લૅટફૉર્મ સુધી પહોંચી ગઈ હતી. અચાનક રેલવે-પોલીસ ભાગતી થઈ ગઈ. તરત જ રેલવેની અવરજવર રોકી દેવામાં આવી અને કારને પાછળ લઈ જઈને નીચે ઉતારવાની જદ્દોજહદમાં બે કલાક લાગી ગયા. એ લાઇનની રેલવેલાઇન સવાબે કલાક સુધી બંધ રહી હતી.
