Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીનની હોટેલમાં હતી સોનાની ટાઇલ્સ, દસ વર્ષ વપરાયેલી એ ટાઇલ્સ ૧૧૭ કરોડ રૂપિયામાં વેચાઈ

ચીનની હોટેલમાં હતી સોનાની ટાઇલ્સ, દસ વર્ષ વપરાયેલી એ ટાઇલ્સ ૧૧૭ કરોડ રૂપિયામાં વેચાઈ

Published : 13 February, 2026 02:07 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૦૬માં ચીનના મકાઉમાં એક હોટેલની લૉબીમાં કાચની ફર્શની નીચે ભોંયતળિયે લગભગ ૭૯ કિલો સોનાની ઈંટો લગાવવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


૨૦૦૬માં ચીનના મકાઉમાં એક હોટેલની લૉબીમાં કાચની ફર્શની નીચે ભોંયતળિયે લગભગ ૭૯ કિલો સોનાની ઈંટો લગાવવામાં આવી હતી. લોકોને ચાલતી વખતે સોના પર ચાલતા હોય એવો અનુભવ મળતો હોવાથી એને ગોલ્ડન પાથવે કહેવામાં આવતો હતો. દુનિયાભરના અમીરો સોનાના આ રોડ પર ચાલવાના અનુભવ માટે આવતા હતા. ગ્રૅન્ડ એમ્પરર નામની આ હોટેલ સોનાના પાથવે માટે જ જાણીતી હતી. જોકે હવે આ હોટેલની પેરન્ટ કંપનીએ આ હોટેલ બીજાને વેચી દીધી છે. આ નવી કંપનીએ સોનાની ટાઇલ્સને વેચી નાખવાનો નિર્ણય કર્યો છે. ગોલ્ડન પાથવે તોડી પાડવા પાછળ ઘણાં કારણો છે. એક તો મકાઉમાં સરકારી નિયમો બદલાયા હોવાથી હવે હોટેલે કસીનો બંધ કરવું પડ્યું છે. હોટેલ રીડેવલપ થઈ રહી છે અને નવી થીમમાં સોનાનો સમાવેશ કરવાની જરૂર નથી. સોનાના ભાવ આસમાને છે ત્યારે કંપનીએ એને વેચીને રોકડી કરી લેવાનું નક્કી કર્યું અને માત્ર હોટેલની થોડીક સોનાની ટાઇલ્સ વેચીને ૧૧૭ કરોડ રૂપિયા ઊપજ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2026 02:07 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK