રોબોટિક્સ અને ઍનિમેશનની દિશામાં પગલાં માંડ્યાં અને એવાં માંડ્યાં કે તેને રોલ્સ-રૉયસમાં ઇન્ટર્નશિપ મળી. આ વાત તેણે પેરન્ટ્સથી સીક્રેટ રાખી અને કંપનીમાંથી કન્ફર્મેશન મળ્યા પછી જ જણાવી
૨૦ વર્ષની રિતુપર્ણા કે. એસ.
કર્ણાટકની ૨૦ વર્ષની રિતુપર્ણા કે. એસ. થોડાંક વર્ષો પહેલાં નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) આપીને નીકળી ત્યારે તેને લાગેલું કે તેનાં સપનાં પૂરાં નહીં થાય. આજે તે UK-સ્થિત સુપર-લક્ઝરી કાર-કંપની રોલ્સ-રૉયસના જેટ એન્જિન મૅન્યુફૅક્ચરિંગ યુનિટ માટે કામ કરવા સજ્જ થઈ રહી છે, વર્ષે ૭૨.૨ લાખ રૂપિયાના પગાર સાથે અને આ ઑર્ગેનાઇઝેશનની યંગેસ્ટ વુમન તરીકે.
MBBSમાં મેરિટ સીટ મેળવવામાં તે નિષ્ફળ ગઈ એ પછી તેણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની એક્ઝામ આપવાનું વિચારેલું, પણ પપ્પાની સલાહને અનુસરીને તે એન્જિનિયરિંગ તરફ વળી. તેણે રોબોટિક્સ અને ઍનિમેશનની દિશામાં પગલાં માંડ્યાં અને એવાં માંડ્યાં કે તેને રોલ્સ-રૉયસમાં ઇન્ટર્નશિપ મળી. આ વાત તેણે પેરન્ટ્સથી સીક્રેટ રાખી અને કંપનીમાંથી કન્ફર્મેશન મળ્યા પછી જ જણાવી. શરૂઆતમાં તો તેને ૩૯.૫૮ લાખ રૂપિયાનું વાર્ષિક પૅકેજ ઑફર કરવામાં આવેલું, પણ ઇન્ટર્નશિપ દરમ્યાન તેનો પર્ફોર્મન્સ જોઈને વધારી દેવાયું.

