ગયા શુક્રવારે બપોરે ૩ વાગ્યે ૨૯,૦૦૦ ફુટની ટોચ પર પહોંચ્યો હતો. ત્ર

હરિ બુધા મગર
બ્રિટિશ આર્મીના ભૂતપૂર્વ ગુરખા સૈનિકે અફઘાનિસ્તાનમાં ફરજ દરમ્યાન પોતાના બન્ને પગ ગુમાવ્યા હતા અને એવી સ્થિતિ છતાં તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. ૭૦ વર્ષ પહેલાં સર એડમન્ડ હિલેરી અને શેરપા તેન્ઝિંગ નૉર્વેએ કરેલા પરાક્રમ બાદ હરિ બુધા મગરે આ પરાક્રમ કરી બતાવ્યું છે. ૪૩ વર્ષના ભૂતપૂર્વ સૈનિકે કહ્યું કે જો હું આ ટોચ પર ચડી શકું છું તો કોઈ પણ વ્યક્તિ તેની વિકલાંગતાને ધ્યાનમાં લીધા વિના તેમનું સપનું સાકાર કરી શકે છે. બ્રિટિશ આર્મીના ગુરખા રેજિમેન્ટમાં ૧૫ વર્ષથી ફરજ બજાવતાં પહેલાં હરિ બુધા મગર નેપાલના પર્વતોમાં ઊછર્યા હતા. તેમણે ૨૦૧૦માં એક વિસ્ફોટમાં બન્ને પગ ગુમાવ્યા હતા. ગયા શુક્રવારે બપોરે ૩ વાગ્યે ૨૯,૦૦૦ ફુટની ટોચ પર પહોંચ્યો હતો. ત્રણ બાળકોના પપ્પા બેઝ કૅમ્પ પર પાછા ફર્યા ત્યારે પોતાનો અનુભવ વર્ણવતાં તેમણે કહ્યું કે પર્વત સર કરવો કલ્પના કરતાં વધુ મુશ્કેલ હતું. માત્ર આગળ વધવાનું ચાલુ રાખવાનું, પછી ભલે ગમે તે થાય.