Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાળેલા કૂતરાએ સૂંઘીને કૅન્સરનું નિદાન કર્યું અને માલિકણનો જીવ બચાવ્યો

પાળેલા કૂતરાએ સૂંઘીને કૅન્સરનું નિદાન કર્યું અને માલિકણનો જીવ બચાવ્યો

Published : 07 March, 2026 02:57 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉલીનના ઉચ્છ્વાસ સૂંઘીને ઇન્કા ભસતો પણ ખરો

૭૦ વર્ષનાં કૉલીન ફર્ગ્યુસન

અજબગજબ

૭૦ વર્ષનાં કૉલીન ફર્ગ્યુસન


બ્રિટનમાં રહેતાં ૭૦ વર્ષનાં કૉલીન ફર્ગ્યુસનનો જીવ તેમના પાળેલા કૂતરાએ બચાવ્યો હતો. વાત એમ હતી કે ૧૦ વર્ષ પહેલાં ઇન્કા નામના પાળતુ જર્મન શેફર્ડ ડૉગને કૉલીન ટ્રેઇનિંગ આપી રહી હતી. જોકે ડૉગ એ વખતે વારંવાર તેના મોં પાસે આવીને સૂંઘતો હતો. કૉલીનના ઉચ્છ્વાસ સૂંઘીને ઇન્કા ભસતો પણ ખરો. જ્યારે પણ કૉલીન ઇન્કા પાસે જતાં ત્યારે એ ખૂબ જ નજીક આવીને સૂંઘતો અને મોં પર ચિંતાજનક ભાવો લાવતો. કૂતરાની આ હરકતને પગલે કૉલીને ડૉક્ટર પાસે તપાસ કરાવી. પહેલાં તો તેમણે બ્લડ-ટેસ્ટ કરાવી જેમાં બધું જ સામાન્ય આવ્યું, પરંતુ રૂટીન ચેક-અપ તરીકે તેમણે બૉડી-સ્કૅન કરાવ્યું તો ખબર પડી કે તેમનાં ફેફસાંમાં ગૉલ્ફના બૉલ જેવડી ગાંઠ થઈ ગઈ હતી. આ કૅન્સર પહેલા તબક્કાનું હતું અને તરત જ સર્જરી કરીને કૅન્સરની ગાંઠને દૂર કરવામાં આવી. એ પછી કીમોથેરપી અને રેડિયોથેરપીની પણ જરૂર ન પડી, કેમ કે કૅન્સર અત્યંત પ્રાથમિક તબક્કામાં હતું. સર્જ્યનોનું કહેવું હતું કે કૉલીનનો જીવ તેમના કૂતરાએ જ બચાવ્યો હતો, કેમ કે અત્યંત પ્રારંભિક તબક્કામાં ફેફસાંના કૅન્સરનું નિદાન થવું બહુ રૅર હોય છે. ફેફસાંનું કૅન્સર જ્યારે પકડાય છે ત્યારે એ ખૂબ ફેલાઈ ચૂક્યું હોય છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 02:57 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK