બ્યુટી અને સ્કિનકૅર માટેના અસંખ્ય નુસખા સોશ્યલ મીડિયા પર ઉપલબ્ધ હોય છે. બ્યુટી અને સ્કિન માટે બ્લૉગર્સ, વ્લૉગર્સ, ઇન્ફ્લુએન્સર્સ એવા-એવા આઇડિયા સૂચવતા હોય છે કે મગજ ચકરાવે ચડી જાય
દિલ્હીની શુભાંગી આનંદ
બ્યુટી અને સ્કિનકૅર માટેના અસંખ્ય નુસખા સોશ્યલ મીડિયા પર ઉપલબ્ધ હોય છે. બ્યુટી અને સ્કિન માટે બ્લૉગર્સ, વ્લૉગર્સ, ઇન્ફ્લુએન્સર્સ એવા-એવા આઇડિયા સૂચવતા હોય છે કે મગજ ચકરાવે ચડી જાય. જોકે દિલ્હીની શુભાંગી આનંદ નામની એક બ્યુટી-ઇન્ફ્લુએન્સરે તાજેતરમાં હોઠોને ભરાવદાર દેખાડવા માટે જે ‘નૅચરલ’ નુસખો સૂચવ્યો છે એ ‘સુપર સે ભી ઉપર’ છે.
શુભાંગી મૅડમે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે. શુભાંગીના હાથમાં બે લીલાં મરચાં છે. બેમાંથી એક મરચાના તે કાતરથી બે ટુકડા કરે છે અને પછી મરચાનો તીખાશવાળો ભાગ હોઠો પર ઘસે છે. આ રીતે મરચું ઘસવાથી હોઠ ભરાવદાર લાગે એવું આપણે આજ સુધી જોયું નથી, પણ મૅડમના આ અળવીતરા વિડિયોને લાખો વ્યુઝ મળ્યા છે.


