દાદરની સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણતી પાંચ વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરી, ખોળામાં બેસાડીને અશ્ળીલ વિડિયો બતાવતો હતો
પ્રતીકાત્મક તસવીર
દાદરની એક સ્કૂલના ટીચરે છઠ્ઠા ધોરણમાં ભણતી પાંચ વિદ્યાર્થિનીઓ પર જાતીય હુમલો કરવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. એક વિદ્યાર્થિનીએ તેમની સાથે થયેલા અત્યાચારની વાત પોતાનાં મમ્મી-પપ્પા સાથે શૅર કર્યા બાદ ટીચર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ મૅથેમૅટિક્સ ભણાવતા ટીચરે શનિવારે છઠ્ઠા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો અને તેને ખોળામાં બેસવાનું કહ્યું હતું. તેણે વિદ્યાર્થિનીને કેટલાક અશ્ળીલ ફોટો અને વિડિયો પણ બતાવ્યા હતા. ઘરે જઈને છોકરીએ તેનાં મમ્મી-પપ્પાને પોતાની
સાથે બનેલા બનાવની જાણ કરી હતી. તેથી પેરન્ટ્સે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસતપાસમાં જાણ થઈ હતી કે આ જ ક્લાસની બીજી ૪ વિદ્યાર્થિનીઓ સાથે પણ ટીચરે આવું ગેરવર્તન કર્યું હતું. પુરાવાના આધારે સોમવારે ટીચરની ધરપકડ કરવામાં આવી હતી. સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરીને કેસની તપાસ આગળ વધારવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.


