આ ચિત્રોની સોશ્યલ મીડિયા પર સરાહના થઈ છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
યુકેના ટૉમ કર્ટિસ નામના આ ભાઈ તેના પુત્ર તેમ જ અન્ય બાળકોનાં ડ્રોઇંગને ફોટોશૉપ કરીને ઇન્સ્ટાગ્રામ પરના ‘થિંગ્સ આઇ હેવ ડ્રોન’ નામના પેજ પર પોસ્ટ કરે છે. બાળકોનાં પ્રાણી, પક્ષી તેમ જ અમુક વેળા માનવીએ દોરેલાં ડ્રોઇંગ રીક્રીએટ કરવાથી ઘણી વાર રમૂજ સર્જાય છે તો ઘણી વાર આ ડ્રોઇંગ ભયાનક લાગે છે.
આ ફોટોમાં લંબચોરસ આકારની બિલાડી, મોટી વિશાળ ચાંચવાળું પક્ષી, જાજરમાન સ્ટેલિયન તેમ જ બતક અને હંસ મેળવીને કોઈ વર્ણસંકર પ્રાણીનાં ચિત્રો ખરેખર સુંદર અને રમૂજી લાગે છે. બ્યુટેન્જેબીડન દ્વારા શનિવારે શૅર કરવામાં આવેલાં આ ચિત્રોની સોશ્યલ મીડિયા પર સરાહના થઈ છે.