લડ્ડુ ગોપાલને બે ટાઇમ ભોગ ધરાવ્યા પછી જ તેમના મોંમાં કોળિયો જાય છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો બાળગોપાળની મૂર્તિની પોતાના ઘરમાં સ્થાપના કરીને એને બાળકની જેમ લાડ લડાવે છે, નવડાવે છે, ખવડાવે છે અને સૂવાડે છે. લડ્ડુ ગોપાલને બે ટાઇમ ભોગ ધરાવ્યા પછી જ તેમના મોંમાં કોળિયો જાય છે. જોકે બાળગોપાલની આ ભક્તિને મજાક બનાવી દેતો એક વિડિયો હરિયાણાના એક સૅલોંવાળાએ પોસ્ટ કર્યો છે. તેમણે તો બાળકૃષ્ણનું મેકઓવર કરતો વિડિયો પોસ્ટ કર્યો છે. અલબત્ત, આ બાળકૃષ્ણ મૂર્તિસ્વરૂપ નથી પરંતુ મીડિયમ સાઇઝના ઢીંગલા સ્વરૂપ છે. એના માથે લાંબા વાળ છે. જેમ પાર્લરમાં માણસોને હેરવૉશ આપવામાં આવે છે એવી જ રીતે કૃષ્ણના ઢીંગલાના માથે જે વાળ છે એને જેટ સ્પ્રેથી ધોવામાં આવે છે, શૅમ્પૂ અને કન્ડિશનર કરી બ્લો ડ્રાય કરીને એની હેરસ્ટાઇલ બનાવવામાં આવે છે. એટલું જ નહીં, ફેશ્યલ ટ્રીટમેન્ટ પણ અપાય છે અને પછી મેકઅપ, બ્લશ અને આઇબ્રો સેટિંગનું કામ પણ થાય છે. વિડિયોની સાથે લખેલું છે, ‘જ્યારે કાન્હાજી કહે કે બાંસુરી તો છે, હવે થોડુંક બ્લશ પણ થઈ જાય. જ્યારે વૃંદાવનના ભગવાન ઝેન યુનિસેક્સ સૅલોંની પસંદગી કરે ત્યારે ચમત્કાર થાય છે. આ વિડિયો માત્ર ભક્તિ અને પ્રેમ દર્શાવવા માટે છે. અમે કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા નથી માગતા. જો એમ છતાં કોઈને
હર્ટ થાય તો એ માટે સહૃદય માફી માગીએ છીએ.’
સૅલોંએ પહેલેથી જ ડિસ્ક્લેમર મૂકેલું હોવા છતાં અનેક લોકોને કૃષ્ણ ભગવાનના નામે આવું કરવામાં આવે એ ગમ્યું નથી.

