આ વાઇરલ પોસ્ટ પર ઘણાએ કમેન્ટ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
આયરલૅન્ડની બજેટ ઍરલાઇન રાયનઍરમાં સવાર એક પૅસેન્જરે ફ્લાઇટમાંથી પગનો ફોટો મૂકીને બે સીટ વચ્ચે લેગરૂમ ન મળવાની ફરિયાદ કરી હતી. આ વ્યક્તિને પગ ફેલાવવાની પૂરતી જગ્યા ન મળતાં તેણે ઍરલાઇનને ટૅગ કરીને લખ્યું હતું કે ‘રાયનઍર, હું બીજી વાર મારા પોતાના લેગરૂમ સાથે આવીશ.’ આ વાઇરલ પોસ્ટ પર ઘણાએ કમેન્ટ કરી હતી કે ‘પગ મૂકવાની પૂરતી જગ્યા તો છે અને પાછા તમે પગને ક્રૉસ કરીને બેઠા છો. ૨૦ ડૉલરની ફ્લાઇટમાં તમે શું અપેક્ષા રાખો છો?’ પૅસેન્જરની આ પોસ્ટ પર ધ્યાન જતાં રાયનઍર પણ એનો જવાબ આપતાં પોતાને રોકી શક્યું નહોતું. ઍરલાઇને કહી દીધું કે ‘બીજી વાર તમે પોતાના પ્લેનમાં જ આવજો.’

