ઑફિસનો થાક અને ઘરે પહોંચીને બાળકો અને ઘરની જવાબદારીથી અનેક વર્કિંગ મહિલાઓ હવે થાકી ગઈ છે. જોકે ચીનમાં હવે આવી વર્કિંગ મહિલાઓ ચેનથી સૂવા માટે હોટેલ બુક કરાવે છે.
સૂવા માટે હવે હોટેલમાં જતી મહિલાઓ
ઑફિસનો થાક અને ઘરે પહોંચીને બાળકો અને ઘરની જવાબદારીથી અનેક વર્કિંગ મહિલાઓ હવે થાકી ગઈ છે. જોકે ચીનમાં હવે આવી વર્કિંગ મહિલાઓ ચેનથી સૂવા માટે હોટેલ બુક કરાવે છે. ઘરે રહે તો ૧૦ મિનિટ પણ શાંતિ નથી મળતી એટલે આ મહિલાઓ માત્ર ૩-૪ કલાક માટે હોટેલની રૂમ બુક કરાવે છે. અહીં ખાવાનું ખાય છે અને સૂઈ જાય છે. આ મહિલાઓ કોઈ ટૂરિસ્ટ નથી હોતી. પોતાના જ શહેરમાં અને પોતાના ઘરની પાસેની હોટેલમાં તે માત્ર થોડાક કલાકો સૂવા માટે જાય છે. થોડાક કલાકો માટે રોજબરોજની જિંદગીની જવાબદારીઓમાંથી છૂટવા માટે ચીનમાં આ ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે.
