એક ચાઇનીઝ યુવકે ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા ખૂબ ખર્ચો કરી નાખ્યો અને પછી જાહેરમાં પ્રપોઝ પણ કર્યું. જોકે એ પછી પણ છોકરીએ હા ન પાડી. ચીનીભાઈએ કન્યાને ઇમ્પ્રેસ કરવા માટે એક નહીં, ૯૯ આઇફોન ખરીદ્યા અને એ આઇફોનથી રોડ પર એક દિલ આકારની રચના કરી.
પ્રપોઝલ
એક ચાઇનીઝ યુવકે ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા ખૂબ ખર્ચો કરી નાખ્યો અને પછી જાહેરમાં પ્રપોઝ પણ કર્યું. જોકે એ પછી પણ છોકરીએ હા ન પાડી. ચીનીભાઈએ કન્યાને ઇમ્પ્રેસ કરવા માટે એક નહીં, ૯૯ આઇફોન ખરીદ્યા અને એ આઇફોનથી રોડ પર એક દિલ આકારની રચના કરી. એની વચ્ચે મનપસંદ કન્યાને બોલાવીને ઘૂંટણિયે પડીને પ્રપોઝ પણ કર્યું. આ બધો તમાશો જોઈને ક્રાઉડ ભેગું થઈ ગયું અને ફોટો પાડવા લાગ્યા. જોકે યુવકે તેને પ્રપોઝ કર્યું એ જોઈને કન્યા બહુ ખાસ ઇમ્પ્રેસ થઈ હોય એવું લાગ્યું નહીં. ઊલટાનું તેણે તો ભાઈના ‘વિલ યુ મૅરી મી?’ સવાલના જવાબમાં ચોખ્ખી ના સંભળાવી દીધી.


