Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લૉટરીમાં કર્મચારીને મળી રેઇન લીવ

લૉટરીમાં કર્મચારીને મળી રેઇન લીવ

Published : 25 April, 2026 01:42 PM | IST | Changsha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરસાદના દિવસોમાં તેને ૭ દિવસની સૅલૅરી ઘેરબેઠાં મળશે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ચીનના ચાંગ્શા શહેરમાં એક મહિલાને લૉટરી લાગી. જોકે આ લૉટરી થોડીક જુદી ટાઇપની હતી. લૉટરીમાં મહિલાને ૭ દિવસની પેઇડ રેઇન લીવ મળી હતી. મતલબ કે વરસાદના દિવસોમાં તેને ૭ દિવસની સૅલૅરી ઘેરબેઠાં મળશે. આ બહેન માલા વાંગજી નામની સ્નૅક્સ કંપનીમાં કામ કરે છે. આ કંપનીએ કર્મચારીઓ માટે રેઇન લીવ લૉટરી કાઢી છે. એમાં સૌથી મોટું ઇનામ ૭ દિવસની પેઇડ રેઇન લીવ હતી. એમાં વરસાદના દિવસોમાં ક્યારેય પણ ૭ દિવસ તે છુટ્ટી લઈ શકે છે. ચાંગ્શા શહેર અને એની આસપાસના વિસ્તારોમાં લાંબો સમય વરસાદ પડે છે. અહીં ભારે વરસાદના દિવસોમાં ટ્રાવેલિંગ મુશ્કેલ બની જાય છે. એને કારણે આ કંપનીએ કર્મચારીઓને રાહત મળે એ માટે લૉટરી શરૂ કરી છે જેમાં તેમને વરસાદને કારણે પેઇડ રજા મળે છે. એ લૉટરીમાં ૭ દિવસની રજા ઉપરાંત રેઇનબૂટ્સ, છત્રી, હેરડ્રાયર, ડીહ્યુમિડફાયર અને ઑટોમેટિક ડ્રાય, કમ્યુટિંગ સબસિડી જેવાં ઇનામો પણ હતાં. કંપનીના લગભગ ૧૦૦થી વધુ કર્મચારીઓને કોઈક ને કોઈક ઇનામ મળ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 01:42 PM IST | Changsha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK