આખરે ચીનાઓએ આ માટે પણ ટેક્નૉલૉજીનો જ સહારો લીધો. વૉશરૂમમાં તેમ જ નૉન-સ્મોકિંગ એરિયામાં બધે જ એવા ગ્લાસ લગાવ્યા છે જે સિગારેટના ધુમાડાની ગરમીથી ટ્રાન્સપરન્ટ થઈ જાય.
વૉશરૂમના દરવાજા કાચના
સિગારેટ પીવી એ હેલ્થ માટે હાનિકારક છે અને જાહેરમાં સિગારેટ પીવી એ અનેક દેશોમાં ગુનો ગણાય છે. એ જ કારણસર લોકો પબ્લિક પ્લેસમાં આવેલા વૉશરૂમ એરિયામાં સિગારેટ પીવા માંડે છે. ચીનના શેનઝેન શહેરમાં આવી સમસ્યા ખૂબ હતી. લોકો શહેરના મૉલના વૉશરૂમમાં લપાઈને સિગારેટ પીતા હતા. એવામાં મૉલમાં આ માટે સખત નિયમ બનાવવામાં આવ્યા હતા, પણ કોઈ રંગેહાથ પકડાય નહીં તો તેમને દંડ કરવાનું પણ શક્ય નહોતું બનતું. આખરે ચીનાઓએ આ માટે પણ ટેક્નૉલૉજીનો જ સહારો લીધો. વૉશરૂમમાં તેમ જ નૉન-સ્મોકિંગ એરિયામાં બધે જ એવા ગ્લાસ લગાવ્યા છે જે સિગારેટના ધુમાડાની ગરમીથી ટ્રાન્સપરન્ટ થઈ જાય. મલતબ કે તમે જો બાથરૂમમાં ફૂંકવા બેસી ગયા તો જે કાચનો દરવાજો બંધ છે એ બંધ હોવા છતાં ટ્રાન્સપરન્ટ થઈ જાય અને તમારી ચોરી પકડાઈ જાય. આ ટેક્નૉલૉજીમાં કાચને ઇલેક્ટ્રિસિટીની મદદથી ધૂંધળો બનાવવામાં આવે છે. ઓરિજિનલી કાચ ટ્રાન્સપરન્ટ જ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ સિગારેટ પીએ છે ત્યારે એના ધુમાડાને ડિટેક્ટ કરીને કાચને મળતી ઇલેક્ટ્રિસિટી રોકાઈ જાય છે. કાચ પારદર્શક થઈ જતાં અંદરનો માણસ એક્સપોઝ થઈ જાય છે.


