હાઇટની દૃષ્ટિએ સાવ બેમેળ દેખાતી આ જોડી કદાચ ટાઇમપાસ માટે જ હશે એવું પહેલાં લાગતું હતું, પરંતુ હવે આ સંબંધ ગંભીર થઈ રહ્યો છે
જિહાઓ અને જિયાઓઉ
ચીનના ચોન્ગકિંગ શહેરમાં એક અનોખી પ્રેમકહાણી સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જિહાઓ અને જિયાઓઉ નામનું એક કપલ તેમની વચ્ચેના હાઇટ ડિફરન્સને કારણે ચર્ચામાં છે. બૉયફ્રેન્ડ જિહાઓની હાઇટ સાડાપાંચ ફુટ છે, જ્યારે તેની ગર્લફ્રેન્ડ ૭.૨ ફુટ ઊંચી છે. હાઇટની દૃષ્ટિએ સાવ બેમેળ દેખાતી આ જોડી કદાચ ટાઇમપાસ માટે જ હશે એવું પહેલાં લાગતું હતું, પરંતુ હવે આ સંબંધ ગંભીર થઈ રહ્યો છે. જિયાઓઉ અત્યારે ત્રણ મહિનાની પ્રેગ્નન્ટ છે. છેલ્લાં બે વર્ષથી બન્ને રિલેશનમાં છે. થોડાં વર્ષો પહેલાં જિયાઓઉ સોશ્યલ મીડિયા પર કંઈક લાઇવ રીલ બનાવી રહી હતી ત્યારે અચાનક તેનું ધ્યાન જિહાઓ પર પડ્યું હતું. પહેલી જ મુલાકાતમાં છોકરીને આ છોકરાનો ચાર્મ ગમવા લાગ્યો. એ પછી બન્ને સાથે ફરવા લાગ્યાં અને બે વર્ષ પહેલાં તેમણે આ સંબંધને ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડનું નામ આપ્યું. સમસ્યા એ હતી કે બન્નેના પરિવારોને દેખાવમાં બેમેળ દેખાતી જોડી પસંદ નહોતી. જિહાઓના ઘરના બધા જ લોકો છોકરીની ઘોડા કરતાંય ઊંચી હાઇટને કારણે પરેશાન છે. જોકે જિહાઓ બહુ કમિટેડ છે. હવે તો કન્યા પ્રેગ્નન્ટ થઈ ગઈ હોવાથી બન્નેને ઇન્ફૉર્મલ છતાં ફૉર્મલ સંબંધનું નામ મળી ગયું છે.


