Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીનમાં વાવાઝોડાને કારણે આવેલા પૂરમાં સાપઉછેર કેન્દ્રમાંથી ૯૦૦થી પણ વધારે સાપ ભાગી છૂટ્યા

ચીનમાં વાવાઝોડાને કારણે આવેલા પૂરમાં સાપઉછેર કેન્દ્રમાંથી ૯૦૦થી પણ વધારે સાપ ભાગી છૂટ્યા

Published : 09 July, 2026 12:30 PM | IST | Hangzhou
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગનીમત એ રહી કે અહીં ઉછેરવામાં આવતા મોટા ભાગના સાપ બિનઝેરી હતા અને બહુ ગણ્યાગાંઠ્યા કોબ્રા જેવા ઝેરી સાપો હતા

ઇમર્જન્સી ટીમોએ સ્થાનિક સર્પમિત્રોની સહાય લઈને પાણીમાં વહેતા સાપોને પકડવાનું કામ શરૂ કર્યું હતું

અજબ ગજબ

ઇમર્જન્સી ટીમોએ સ્થાનિક સર્પમિત્રોની સહાય લઈને પાણીમાં વહેતા સાપોને પકડવાનું કામ શરૂ કર્યું હતું


દક્ષિણ ચીનમાં આવેલા ભયાનક વાવાઝોડાને કારણે ભયંકર પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. પૂરને કારણે હેન્ગઝોઉ શહેરમાં એક સ્નેક-બ્રીડિંગ ફાર્મ પણ તળાવમાં તબદીલ થઈ ગયું અને પાણીના ધસમસતા પ્રવાહમાં અંદર રાખેલા સેંકડો સાપ પાણી ભેગા વહી ગયા. પાણીના પ્રવાહ સાથે લગભગ ૯૦૦થી વધુ સાપ બ્રીડિંગ ફાર્મમાંથી ભાગી ગયા હતા. ગનીમત એ રહી કે અહીં ઉછેરવામાં આવતા મોટા ભાગના સાપ બિનઝેરી હતા અને બહુ ગણ્યાગાંઠ્યા કોબ્રા જેવા ઝેરી સાપો હતા.  એ થોડાક કોબ્રા સાપને પકડીને સુરક્ષિત સ્થાને પાછા લાવવા માટે સ્થાનિક રેસ્ક્યુ દળોએ સર્ચ ઑપરેશન ગતિમાન કરી દીધું હતું. ઇમર્જન્સી ટીમોએ સ્થાનિક સર્પમિત્રોની સહાય લઈને પાણીમાં વહેતા સાપોને પકડવાનું કામ શરૂ કર્યું હતું. જોકે એ પછી પણ જ્યાં-જ્યાંથી આ પૂરનાં પાણી ફરી વળેલાં એ જગ્યાએ ચોમેર સાપોનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 12:30 PM IST | Hangzhou | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK