Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીનમાં મહિલાઓના ગાર્મેન્ટ-સ્ટોરની બહાર નાચતા જોવા મળ્યા શર્ટલેસ પુરુષો

ચીનમાં મહિલાઓના ગાર્મેન્ટ-સ્ટોરની બહાર નાચતા જોવા મળ્યા શર્ટલેસ પુરુષો

Published : 08 July, 2026 12:40 PM | IST | Hangzhou
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શોરૂમ ગર્લ્સના ગાર્મેન્ટ્સ માટેનો હતો અને એમાં પુરુષો ડાન્સ કરતા હતા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ચીનના હાંગઝોઉ શહેરમાં એક ગાર્મેન્ટ શોરૂમની બહાર ભલભલાનું ધ્યાન ખેંચાય એવું ઍડ્વર્ટાઇઝમેન્ટ કૅમ્પેઇન શરૂ થયું છે. સામાન્ય રીતે મહિલાઓનાં કપડાંની દુકાન હોય તો એની બહાર ડિસ્પ્લેમાં ગર્લ્સનાં મૅનિકિન્સ હોય અને એના પર છોકરીઓનાં કપડાં સજાવીને મૂકવામાં આવ્યાં હોય. જોકે આવું તો હવે બધે જ જોવા મળે છે. એનાથી લોકોનું ધ્યાન થોડું ખેંચાવાનું? હાંગઝોઉના લેડીઝ બુટિક કમ શોરૂમે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે એક અળવીતરો અખતરો કર્યો હતો જે સફળ પણ રહ્યો. જ્યાં મૅનિકિન્સ ડિસ્પ્લે કરવામાં આવે એ જગ્યાએ સ્ટોરવાળાએ શર્ટલેસ પુરુષ મૉડલ્સ ગોઠવી દીધા હતા. આ મૉડલ્સ મસ્ત અને ધમાકેદાર પાર્ટી-સૉન્ગ્સ પર ડાન્સ કરતા હતા. સ્ત્રીઓનાં કપડાંના શોરૂમમાં શર્ટલેસ પુરુષોને નાચતા કરવાનો આ અખતરો ખરેખર લોકોનું ધ્યાન ખેંચી શક્યો. એટલુંબધું અટેન્શન આ પ્રયોગને મળ્યું કે રોડ પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ અને વાહનોનો ટ્રાફિક જૅમ થઈ ગયો. શોરૂમ ગર્લ્સના ગાર્મેન્ટ્સ માટેનો હતો અને એમાં પુરુષો ડાન્સ કરતા હતા. સ્વાભાવિક છે એનાથી સ્ત્રીઓ વધુ આકર્ષાઈ હતી. આવી ઍડ્વર્ટાઇઝમેન્ટ સ્ટોરની બહાર રોજ થાય છે કે ક્યારેક એ સ્પષ્ટ નથી થયું. 


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2026 12:40 PM IST | Hangzhou | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK