Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પચીસ વર્ષના દીકરાએ ગુટકા ખરીદવા માટે માતા પાસે પાંચ રૂપિયા માગ્યા, પણ...

પચીસ વર્ષના દીકરાએ ગુટકા ખરીદવા માટે માતા પાસે પાંચ રૂપિયા માગ્યા, પણ...

Published : 17 June, 2026 01:34 PM | IST | Chhattisgarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પચીસ વર્ષના દીકરાએ ગુટકા ખરીદવા માટે માતા પાસે પાંચ રૂપિયા માગ્યા, પણ ન મળતાં દીકરાએ માને જ મારી નાખી

લખન માલીની ધરપકડ કરવામાં આવી

અજબ ગજબ

લખન માલીની ધરપકડ કરવામાં આવી


છત્તીસગઢના સક્તી જિલ્લામાં આજે પણ શિક્ષણનો અભાવ અને વ્યસનનું વળગણ કઈ હદે છે એનો કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે. પચીસ વર્ષના લખન માલી નામના યુવાને માત્ર પાંચ રૂપિયાનો ગુટકા ન મળ્યો એટલા માટે માને મારી નાખી હતી. પુખ્ત થયા પછી પણ કોઈ કામકાજ વિના બેસી રહેલા લખનને ગુટકાના વ્યસને બેકાબૂ કરી દીધો હતો. એક સાંજે ઘરે આવીને તેણે ગુટકા માટે મા પાસે પાંચ રૂપિયા માગ્યા હતા. માએ તેને રૂપિયા આપવાને બદલે ખાવાનું ખાઈ લેવા કહ્યું, પણ લખન માન્યો નહીં. તેણે પરાણે મા પાસેથી રૂપિયા છીનવવાની કોશિશ કરી તો માએ પ્રતિકાર કર્યો. એટલે ગુસ્સામાં આવીને લખને મોટા પથ્થરથી વારંવાર ઘા કરીને માને મોતને ઘાટ ઉતારી દીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2026 01:34 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK