દિલ્હીની એક કોર્ટમાં બીજી એપ્રિલે ચેક બાઉન્સ કેસના એક આરોપીએ મહિલા જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ શિવાંગી મંગલા પર હુમલો કર્યો હતો અને કોર્ટરૂમમાં તેમને રાજીનામું આપી દેવા દબાણ કર્યું હતું.
જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ શિવાંગી મંગલા
દિલ્હીની એક કોર્ટમાં બીજી એપ્રિલે ચેક બાઉન્સ કેસના એક આરોપીએ મહિલા જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ શિવાંગી મંગલા પર હુમલો કર્યો હતો અને કોર્ટરૂમમાં તેમને રાજીનામું આપી દેવા દબાણ કર્યું હતું. જજે ચુકાદો સંભળાવ્યા બાદ આરોપીએ જજ પર કોઈ વસ્તુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે ‘તૂ હૈ ક્યા ચીઝ; બાહર મિલ, દેખતે હૈં ઘર કૈસે ઝિંદા જાતી હો.’
જજે આરોપીને ચેક બાઉન્સ કેસમાં ગુનેગાર જાહેર કરીને આગલી સુનાવણી સુધી બેઇલ બૉન્ડ પર છોડ્યો હતો. આના પગલે તેણે જજ પર કંઈક ફેંકવાનો પ્રયાસ કર્યો હતો અને તેના વકીલને કહ્યું હતું કે આ ચુકાદાને આપણા પક્ષમાં લાવવા માટે જે કરવાનું હોય એ કરો. વકીલ અતુલકુમારે પણ જજને માનસિક અને શારીરિક રીતે પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો એટલે તેને પણ શોકૉઝ નોટિસ આપવામાં આવી છે.


