જમ્મુ અને કાશ્મીરમાં નૅશનલ હાઇવે પર બનિહાલ અને કાઝીગુંદ વચ્ચે બનેલી જવાહર ટનલ હવે બનિહાલ ટનલ તરીકે જાણીતી છે. આ ટનલમાં થયેલા એક ઍક્સિડન્ટની તસવીરો જોઈને ભલભલાને સવાલ થાય છે કે આ ઍક્સિડન્ટ થયો કઈ રીતે?
આવો ઍક્સિડન્ટ થયો કઈ રીતે?
જમ્મુ અને કાશ્મીરમાં નૅશનલ હાઇવે પર બનિહાલ અને કાઝીગુંદ વચ્ચે બનેલી જવાહર ટનલ હવે બનિહાલ ટનલ તરીકે જાણીતી છે. આ ટનલમાં થયેલા એક ઍક્સિડન્ટની તસવીરો જોઈને ભલભલાને સવાલ થાય છે કે આ ઍક્સિડન્ટ થયો કઈ રીતે? એમાં માલથી લદાયેલી પીળા રંગની ટ્રક પલટી ખાઈ ગઈ છે અને ઉપર એક કાર ચડી ગઈ છે. જે ટનલની છત અને ટ્રકની વચ્ચે ફસાઈ ગઈ છે. લોડેડ ટ્રક સ્પીડમાં જઈ રહી હતી અને વળાંક વખતે પણ એની સ્પીડ ઓછી ન થતાં પલટી ખાઈ ગઈ છે અને પાછળથી આવતી કાર ટ્રક પર ચડી જતાં ટનલની છત અને ટ્રક વચ્ચે ફિક્સ થઈ જાય છે.


