રેમી નૌસ કુલ ૧૨ કલાક ૧૨ મિનિટ અને ૮ સેકન્ડ સુધી પગમાં ચૂભતા નુકીલા નેઇલબોર્ડ પર ઊભો રહ્યો હતો

રેમી નૌસ
લેબૅનનમાં રેમી નૌસ નામના એક કૅન્સર સર્વાઇવરે આ જ રોગમાં તેના પરિવારજનને ગુમાવ્યા બાદ રોગ સામેની લડત માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા નેઇલબોર્ડ પર લાંબો સમય ઊભા રહેવાનો રેકૉર્ડ કર્યો છે. રેમી નૌસ કુલ ૧૨ કલાક ૧૨ મિનિટ અને ૮ સેકન્ડ સુધી પગમાં ચૂભતા નુકીલા નેઇલબોર્ડ પર ઊભો રહ્યો હતો. તેનું આ કાર્ય અનોખું હતું. તેણે કૅન્સરનું નિદાન સાંભળ્યા બાદ હતાશ થનાર લોકોને મદદ કરવા માટે આ કાર્ય કર્યું હતું.
આ પહેલાં રેમી નૌસ કૅન્સરના વહેલા નિદાન અને એનાથી વધુ લોકોનો જીવ બચાવવાના હેતુથી લેબૅનનમાં દાયેહ કોર્નિશથી બતરુન વિસ્તાર સુધી જવા માટે ખુલ્લા પગે ૪૨ કિલોમીટર (૨૬.૦૯ માઇલ) ચાલ્યો હતો.
રેમીનું કહેવું છે કે આ એક માનસિક સ્થિતિ છે. કૅન્સર થયાનું જાણીને હતાશ થવું એ વધુ વસમું છે એમ તેનું કહેવું છે, જેની સામે લડવા માટે આંતરિક શક્તિ તેમ જ મિત્રો, સ્નેહીજનો અને પરિવારજનોનો સાથ જરૂરી છે.