લોકોને જીવવાના અધિકાર સાથે શાંતિપૂર્ણ મૃત્યુનો અધિકાર પણ હોવો જોઈએ.’
લાઇફ મસાલા
૫૭ વર્ષનાં ટ્રેસી હિકમૅન
ન્યુ ઝીલૅન્ડમાં ઇચ્છામૃત્યુની મંજૂરી મેળવનારી એક બ્રિટિશ મહિલાએ પોતાના દેશ યુનાઇટેડ કિંગડમ (UK)માં પણ યુથનેશિયાને કાયદેસર બનાવવાની વિનંતી કરી હતી. ૫૭ વર્ષનાં ટ્રેસી હિકમૅન પાસે બ્રિટિશ અને ન્યુ ઝીલૅન્ડની બેવડી નાગરિકતા છે. ટ્રેસીને અસાધ્ય કૅન્સર છે અને તેમણે ન્યુ ઝીલૅન્ડના કાયદા હેઠળ બાવીસમી મેએ મરવાનું પસંદ કર્યું છે. ન્યુ ઝીલૅન્ડમાં ૨૦૨૧માં આવેલા કાયદા હેઠળ ટર્મિનલ બીમારી ધરાવતા લોકો પોતાની મરજીથી મરી શકે છે. ટ્રેસી હિકમૅને કહ્યું કે ‘UKમાં મારા જેવા ઘણા લોકો છે જેઓ અસાધ્ય બીમારીથી પીડાઈ રહ્યા છે. લોકોને જીવવાના અધિકાર સાથે શાંતિપૂર્ણ મૃત્યુનો અધિકાર પણ હોવો જોઈએ.’