Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ દાદી એટલા જોરથી બૂમ પાડે છે કે ૨.૪ કિલોમીટર સુધી સંભળાય છે

આ દાદી એટલા જોરથી બૂમ પાડે છે કે ૨.૪ કિલોમીટર સુધી સંભળાય છે

Published : 07 November, 2026 03:00 PM | Modified : 07 November, 2026 04:35 PM | IST | Britain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં જ્યારે બ્રેન્ડાના અવાજની તીવ્રતા માપવા માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સવાળાએ ડેસિબલની માપણી કરી ત્યારે ૧૦૫.૯ ડેસિબલનો અવાજ થયો હતો. અલબત્ત, બ્રેન્ડાના મતે આ તેનો બેસ્ટ લાઉડ વૉઇસ નથી.

દાદીનો દમદાર અવાજ

અજબ ગજબ

દાદીનો દમદાર અવાજ


બ્રિટનના બ્રિસ્ટલ શહેરમાં રહેતાં બ્રેન્ડા વિલિસન નામનાં બહેન છેલ્લાં ૪૦ વર્ષથી ઉદ્ઘોષકનું કામ કરે છે. પહેલાંના જમાનામાં જ્યારે લાઉડસ્પીકર નહોતાં ત્યારે નાનાં ગામડાંઓમાં મુખ્ય ચોતરા પર જઈને એક વ્યક્તિ અનાઉન્સમેન્ટ કરતી. આ કામ કરનારને ટાઉન-ક્રાયર કહેવામાં આવતા. બ્રિટનમાં ન્યુમાર્કેટ ગામમાં આવી જ જાહેરાત કરવાનું કામ કરતાં બ્રેન્ડાનો અવાજ એટલો લાઉડ છે કે તેમને લાઉડસ્પીકરની જરૂર જ નથી. સામાન્ય રીતે ૧૦૦ ડેસિબલથી વધુનો વૉઇસ અવાજ-પ્રદૂષણમાં ગણાય છે, પણ બ્રેન્ડા જ્યારે બૂમ પાડીને જાહેરાત કરે છે ત્યારે એ ૧૦૫.૯ ડેસિબલનો હોય છે. કહેવાય છે કે ગામમાં જ્યારે આ બહેન જાહેરાત કરે ત્યારે ૧.૫ માઇલ એટલે કે લગભગ ૨.૪ કિલોમીટર દૂર સુધી તેમનો અવાજ સંભળાય છે. બ્રેન્ડાનું કહેવું છે કે પોતાના અવાજને લાઉડ અને સ્પષ્ટ રાખવા માટે તે લીંબુ અને મધનું પાણી લે છે અને ગળાને સાફ રાખવા માટે ગરમ પાણી પીએ છે. તાજેતરમાં જ્યારે બ્રેન્ડાના અવાજની તીવ્રતા માપવા માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સવાળાએ ડેસિબલની માપણી કરી ત્યારે ૧૦૫.૯ ડેસિબલનો અવાજ થયો હતો. અલબત્ત, બ્રેન્ડાના મતે આ તેનો બેસ્ટ લાઉડ વૉઇસ નથી. જ્યારે રેકૉર્ડવાળા અવાજ નોંધવા આવ્યા ત્યારે તેને શરદી-તાવ હતાં એને કારણે અવાજ બેસી ગયો હતો. હવે સવાલ એ છે કે જો બેઠેલો અવાજ ૧૦૦ ડેસિબલથી વધુનો હોય તો દાદીનો નૉર્મલ અવાજ કેટલો લાઉડ હશે? 


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 04:35 PM IST | Britain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK