પતિના આ કામને તે ખૂબ રિસ્પેક્ટફુલી જોઈ રહી છે એ જતાવવા માટે તેણે લગ્નમાં શબવાહિની સામેલ કરી હતી.
દુલ્હો-દુલ્હન લક્ઝરી કારમાં નહીં, ખુલ્લી શબવાહિનીમાં બેસીને લગ્ન કરવા પહોંચ્યાં
લગ્ન થવાનાં હોય ત્યારે શુભ-અશુભની ચિંતા બહુ થતી હોય છે. શુભ પ્રસંગે મૃત્યુની વાતનો ઉલ્લેખ કરવાનું પણ ઠીક ગણાતું નથી. જોકે બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં ડેનિએલા સિગ્નોર નામની ૩૩ વર્ષની એક મહિલા તેના થનારા પતિ સાથે લગ્ન કરવા ચર્ચ પહોંચી ત્યારે તે કોઈ લક્ઝરી કારમાં નહીં પરંતુ શબવાહિનીમાં બેસીને ગઈ હતી. ડેનિએલાને લગ્નના સ્થળે ઓપન શબવાહિનીમાં આવેલી જોઈને મહેમાનો આશ્ચર્યમાં પડી ગયા. તેમના ચહેરા પર સવાલ હતો કે શબવાહિની જ કેમ? તો લગ્નનાં વચનોની આપ-લે કર્યા પછી ડેનિએલાએ મહેમાનોને એ વાતનો
ખુલાસો કર્યો હતો. ડેનિએલાનો પતિ અપોલો એક સેન્ટરમાં અંતિમ સંસ્કારનું કામ કરતો હતો અને એ માટે તે રોજ શબવાહિની ચલાવતો હતો. પતિના આ કામને તે ખૂબ રિસ્પેક્ટફુલી જોઈ રહી છે એ જતાવવા માટે તેણે લગ્નમાં શબવાહિની સામેલ કરી હતી.

