બ્રાઝિલના સાઓ પાઉલોથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂરના એક ગામમાં આ સ્ટોર છે. છેલ્લા થોડાક સમયથી આ રિયલિસ્ટિક બેબીઝ બ્રાઝિલમાં બહુ ટ્રેન્ડમાં છે.
રિયલિસ્ટિક બેબીઝ બ્રાઝિલમાં બહુ ટ્રેન્ડમાં
બ્રાઝિલમાં રિયલ જેવાં જ દેખાતાં નવજાત શિશુઓની એક ખાસ દુકાન છે જે અલાના જેનેરોસો નામની મહિલા ચલાવે છે. અલાનાના સ્ટોરમાં રિબૉર્ન બેબીઝના શીર્ષક સાથે એવાં ઢીંગલાં તૈયાર કરવામાં આવે છે જેમની ત્વચાથી લઈને એમના હાવભાવ એટલા વાસ્તવિક છે કે જાણે એ બેબી સાચું જ હોય એવું લાગે છે. સિલિકૉન અને વિનાઇલ મટીરિયલ દ્વારા હાથથી બનાવેલી આ ઢીંગલીઓને અસલી જેવી બનાવવા માટે ત્વચાની અંદર લીલી નસો, આંખમાં આંસુ કે મોંમાંથી ટપકતી લાળ સુધ્ધાં બનાવવામાં આવે છે. બ્રાઝિલના સાઓ પાઉલોથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂરના એક ગામમાં આ સ્ટોર છે. છેલ્લા થોડાક સમયથી આ રિયલિસ્ટિક બેબીઝ બ્રાઝિલમાં બહુ ટ્રેન્ડમાં છે.


