૨૦૧૮માં તેઓ રોજર ફેડરર સાથે મિક્સ્ડ ડબલ રમ્યા હતા
બિઝનેસમૅન બિલ ગેટ્સ
લાંબા વીક-એન્ડમાં આપણે ક્યાંક ફરવા નીકળી જઈએ અથવા તો પથારીમાં જ સુસ્ત થઈને પડ્યા રહીએ, પણ બિલ્યેનર બિઝનેસમૅન બિલ ગેટ્સે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘પિકલબૉલના કોર્ટમાં લાંબો વીક-એન્ડ ગાળવાથી વધુ સારો વિકલ્પ મને હજી મળ્યો નથી.’
અવારનવાર રજા કે છુટ્ટીના દિવસોમાં તેઓ કલાકો સુધી પિકલબૉલ રમતા જોવા મળે છે. આ તેમનો તાજો-તાજો પ્રેમ છે, કેમ કે થોડાં વર્ષો પહેલાં તેઓ ટેનિસ પણ રમતા જોવા મળેલા. ૨૦૧૮માં તેઓ રોજર ફેડરર સાથે મિક્સ્ડ ડબલ રમ્યા હતા, એની જૂની યાદ પણ બિલ ગેટ્સે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.

