શોખથી. મારે કંઈક અલગ કરવું છે એટલે. સુનીલકુમારનો દાવો છે કે આ ઘર ભૂકંપ પ્રતિરોધક અને છૂટથી હવાની અવરજવર થઈ શકે એવું છે.
માટી, રેતી અને સિમેન્ટનો વ્યવસાય કરતા સુનીલ કુમારનું આ ઘર છે. એ ઘરની લંબાઈ ૧૨૪ ફુટની છે, પરંતુ એની પહોળાઈ ધીમે-ધીમે ઘટતી જાય છે
બિહારના ખગડિયા શહેરમાં વૉર્ડ-નંબર પાંચમાં કુતુબપુર વિસ્તારમાં આજકાલ અનોખું મકાન સોશ્યલ મીડિયામાં તેમ જ સ્થાનિકોમાં ચર્ચામાં છે. ઇન્ટરનેટ પર તો એ જબરું વાઇરલ થયું છે. સ્થાનિકોને પણ સમજાતું નથી કે આવું ઘર શા માટે બનાવવામાં આવ્યું છે, કેમ કે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન સામાન્ય કરતાં સાવ જ જુદું છે. માટી, રેતી અને સિમેન્ટનો વ્યવસાય કરતા સુનીલ કુમારનું આ ઘર છે. એ ઘરની લંબાઈ ૧૨૪ ફુટની છે, પરંતુ એની પહોળાઈ ધીમે-ધીમે ઘટતી જાય છે. આગળથી ૨૦ ફુટની લંબાઈનું મકાન પાછળના ખૂણે પહોંચતાં માત્ર ૩ ફુટની પહોળાઈવાળું બચે છે. આ મકાન ખાસ વિશેષ યોજના બનાવીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. મકાનના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ કરવામાં જ તેમને પાંચથી છ મહિના લાગ્યા હતા. અહીં વિવિધ સાઇઝના બેડરૂમ, કિચન અને બાથરૂમ્સ છે. આવા શેપનું ઘર સુનીલકુમારે કેમ બનાવ્યું છે? તો એના જવાબમાં ભાઈનું કહેવું છે કે ‘શોખથી. મારે કંઈક અલગ કરવું છે એટલે.’ સુનીલકુમારનો દાવો છે કે આ ઘર ભૂકંપ પ્રતિરોધક અને છૂટથી હવાની અવરજવર થઈ શકે એવું છે.
સોશ્યલ મીડિયામાં સ્થાનિકોએ આ ઘરને છુરકી મકાન એટલે કે છરી જેવું પાતળું મકાનનું ઉપનામ આપ્યું છે. હવે સુનીલ કુમાર તેના પરિવાર સાથે અહીં જ રહે છે અને અહીં જ તેની ઑફિસ પણ છે.

