નૉર્ધર્ન આયરલૅન્ડના બેલફાસ્ટમાં રહેતી ૨૬ વર્ષની રૅબેકા મૅકબ્રાઇડ ૨૦૨૩ની સાલ સુધી બાયોલૉજી વિષય સાથે પીએચડી કરી રહી હતી. જોકે અચાનક તેના જીવનમાં એક એવો વળાંક આવ્યો કે તેણે ભણવાનું અને રિસર્ચ કરવાનું છોડીને એક અજીબ જ બિઝનેસ શરૂ કર્યો.
રૅબેકા મૅકબ્રાઇડ
નૉર્ધર્ન આયરલૅન્ડના બેલફાસ્ટમાં રહેતી ૨૬ વર્ષની રૅબેકા મૅકબ્રાઇડ ૨૦૨૩ની સાલ સુધી બાયોલૉજી વિષય સાથે પીએચડી કરી રહી હતી. જોકે અચાનક તેના જીવનમાં એક એવો વળાંક આવ્યો કે તેણે ભણવાનું અને રિસર્ચ કરવાનું છોડીને એક અજીબ જ બિઝનેસ શરૂ કર્યો. આજકાલ ભવ્યાતિભવ્ય લગ્નોમાં દુલ્હા-દુલ્હન પોતાનો બેસ્ટ લુક આવે એ માટે ખૂબ તૈયારીઓ કરતાં હોય છે, પણ એમાં નવું ચલણ ઉમેરાયું છે તેમના પેટ ડૉગ્સને સજાવવાનું. વિદેશમાં અનેક યુગલો લગ્ન સમયે તેમના પેટ્સને પણ લગ્નનો અતૂટ અને રંગીન હિસ્સો બનાવવા માગતા હોય છે અને એ માટે ડૉગીને પણ ખાસ ગ્રૂમ કરવામાં આવે છે. રૅબેકાબહેને આ નવી તક ઝડપી લીધી છે. હવે તે લગ્નસમારંભો માટે દુલ્હા-દુલ્હનના ડૉગીઝને સજાવવાનું અને સંભાળવાનું કામ કરે છે અને એ માટે તગડી ફી ચાર્જ કરે છે.
લગ્ન વખતે મહેમાનોની ભીડ ખૂબ હોય છે અને દરેક ફંક્શન્સમાં ડૉગીને અલગ-અલગ રૂપમાં તૈયાર કરવા અને ભીડ વચ્ચે પણ શાંત રાખવા માટે એક ટ્રેઇન્ડ વ્યક્તિની જરૂર પડે છે જે કામ રૅબેકા બખૂબી નિભાવે છે.
એક લગ્નમાં એક દિવસ ડૉગીને સંભાળવાના અને સજાવવાના કામ માટે રૅબેકા ૪૦૦ ડૉલર એટલે કે લગભગ ૩૪,૦૦૦ રૂપિયા સુધી ચાર્જ કરે છે. લગ્નસમારંભોમાં રૅબેકા જે સરસ રીતે કામ સંભાળે છે એને કારણે હવે તેની પાસે પોતાની બિલ્લીઓને સંભાળવા અને સજાવવાની ઑફર પણ આવવા લાગી છે. નવાઈની વાત એ છે કે ૨૦૨૫માં આવનારા સમય માટે તેણે ઑલરેડી ૫૦ લગ્નો બુક કરાવી લીધાં છે.

