મૂળ કૉકેશિયન માઉન્ટેન્સના આ ડૉગ્સ નાનાં પ્રાણીઓનું જંગલી શિકારી પ્રાણીઓથી રક્ષણ કરવાનું કામ કરે છે.
૫૧ વર્ષના સતીશે જે પ્રાણી ખરીદ્યું છે એ વુલ્ફ-ડૉગ છે.
ઇન્ડિયન ડૉગ-બ્રીડર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ એસ. સતીશ નામના ડૉગલવરે તાજેતરમાં પચાસ કરોડ રૂપિયાનું એક પ્રાણી ખરીદ્યું જે નથી પૂરો કૂતરો, નથી પૂરો વરુ. ૫૧ વર્ષના સતીશે જે પ્રાણી ખરીદ્યું છે એ વુલ્ફ-ડૉગ છે. એ રિયલ વરુ અને કૉકેશિયન શેફર્ડ ડૉગનું ક્રૉસ બ્રીડ વર્ઝન છે. કૅડાબોમ્સ ઓકામી નામનો આ વુલ્ફ-ડૉગ અમેરિકામાં જન્મ્યો છે અને હજી આઠ જ મહિનાના આ વુલ્ફ-ડૉગનું વજન ૭૫ કિલો છે. અત્યારથી જ એને રોજ ત્રણ કિલો કાચું માંસ ખાવા જોઈએ છે. સામાન્ય રીતે કૉકેશિયન શેફર્ડ ડૉગ મોટા કદના અને પાવરફુલ ગાર્ડ-ડૉગ હોય છે અને તેમના પ્રોટેક્ટિવ નેચર માટે જાણીતા છે. મૂળ કૉકેશિયન માઉન્ટેન્સના આ ડૉગ્સ નાનાં પ્રાણીઓનું જંગલી શિકારી પ્રાણીઓથી રક્ષણ કરવાનું કામ કરે છે.
દેખાવમાં એકદમ વરુ જેવા જ દેખાતા આ પ્રાણીએ ભારતીય પ્રાણીપ્રેમીઓના મનમાં કૌતુક જગાવ્યું છે. બૅન્ગલોરમાં રહેતા સતીશે આમ તો છેલ્લાં દસ વર્ષથી ડૉગ-બ્રીડિંગ કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ હવે તેઓ રૅર બ્રીડના ડૉગ્સનું કલેક્શન એકત્ર કરી રહ્યા છે. સતીશનું કહેવું છે કે ‘આવાં રૅર પ્રાણીઓ જોવાં એ એક લહાવો છે. આવા પ્રાણીનું ૩૦ મિનિટનું અપીરન્સ પણ ૨૫,૦૦૦ રૂપિયામાં વેચી શકાય. અનેક લોકો આવાં જવલ્લે જ જોવા મળતાં પ્રાણીઓને જોવા અને મળવાનું કુતૂહલ ધરાવતા હોય છે.’
ADVERTISEMENT
વુલ્ફ-ડૉગ હવે એસ. સતીશના સાત એકરના ફાર્મમાં તેના અન્ય કૂતરાઓની સાથે રહે છે. તેના ફાર્મ પર દરેક ડૉગની પોતાની રૂમ છે જે 20X20 ફુટની છે. આખા ફાર્મની સંભાળ રાખવા માટે 6 માણસો છે.

