આ ૬૦ જણ કાર્લીના સૌથી નજીકના મિત્રો છે જે તેના જીવનમાં બહુ મહત્ત્વ ધરાવે છે.
ઑસ્ટ્રેલિયાની આ વેડિંગ-ફોટોગ્રાફરે ૬૦ પુરુષો અને મહિલાઓ સાથે લગ્ન કર્યાં
કોઈ વ્યક્તિ જ્યારે પણ લગ્ન વિશે વિચારે એટલે તે એવો પાર્ટનર શોધ્યા કરે છે જેની સાથે તેના વિચારો મેળ ખાય અને જે તેને હંમેશાં ખુશ રાખે. ઑસ્ટ્રેલિયાની એક મહિલાને આવા એક નહીં પણ ૬૦ પાર્ટનર મળતાં તેણે તમામ સાથે લગ્ન કર્યાં હતાં. કાર્લી નામની આ મહિલા વેડિંગ-ફોટોગ્રાફર છે જે લગ્નના બંધનમાં બંધાયેલા કપલના સુંદર ફોટોઝ પાડે છે. જોકે પોતાનો વારો આવ્યો ત્યારે તેણે કોઈ એકને બદલે ૬૦ લોકોને જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા. આ ૬૦ જણ કાર્લીના સૌથી નજીકના મિત્રો છે જે તેના જીવનમાં બહુ મહત્ત્વ ધરાવે છે. તેણે સોશ્યલ મીડિયા પર પોતાનાં અનોખાં લગ્નનો વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘તમારા મિત્રો સાથે લગ્ન કરો. તમારા પ્રેમીઓને પ્રેમ કરો.’
ઍક્ચ્યુઅલી, કાર્લીને લગ્ન કરીને કોઈ એક વ્યક્તિના નામે આખી જિંદગી વિતાવવાનો કન્સેપ્ટ યોગ્ય નથી લાગતો. તે એકથી વધુ લોકો સાથે જીવવા અને લગ્ન કરવા માગે છે એટલે તેણે એવા પાર્ટનર્સ પસંદ કર્યા જેમાં તેના સ્ત્રી અને પુરુષ મિત્રો સામેલ છે. રસપ્રદ વાત એ છે કે કાર્લીએ લોકો શું વિચારશે એની પરવા કર્યા વગર પોતાનાં લગ્નને ધામધૂમથી ઊજવ્યાં હતાં. કોઈ સામાન્ય લગ્નની જેમ જ કાર્લીનાં લગ્નનું ફંક્શન ૩ દિવસ ચાલ્યું હતું; જેમાં વિવિધ ફૂડ, ટોસ્ટ રેઇઝિંગ, વેડિંગ-સ્પીચ, લૉન્ગ ટેબલ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્લી અને તેના ૬૦ પાર્ટનર કલરફુલ કપડાંમાં જોવા મળ્યા હતા. તેણે પોતાના પાર્ટનર્સને બ્રાઇડ કે ગ્રૂમને બદલે બ્રૂમ તરીકે સંબોધ્યા હતા.


