થોડા દિવસ પહેલાં નૅશનલ જ્યૉગ્રિફિક ચૅનલની એક સિરીઝ માટે વૈજ્ઞાનિકોની એક ટીમે વિશાળ ઍનાકૉન્ડાની અજાણી પ્રજાતિની શોધ કરી હતી.
What`s Up!
દુનિયાનો સૌથી મોટો સાપ
દુનિયાના સૌથી મોટો સાપ બ્રાઝિલના ઍમેઝૉનના જંગલમાં છે અને એનું નામ એના જુલિયા રાખવામાં આવ્યું છે એના સમાચાર હજી જૂના નથી થયા ત્યાં આ સાપ મૃત અવસ્થામાં મળી આવ્યો છે. થોડા દિવસ પહેલાં નૅશનલ જ્યૉગ્રિફિક ચૅનલની એક સિરીઝ માટે વૈજ્ઞાનિકોની એક ટીમે વિશાળ ઍનાકૉન્ડાની અજાણી પ્રજાતિની શોધ કરી હતી. એના જુલિયા નામનો દુનિયાનો આ સૌથી મોટો સાપ પાંચ સપ્તાહ પૂર્વે સાઉથ બ્રાઝિલના માટો ગ્રોસો ડો સુલ રાજ્યના બેનિટોના ગ્રામીણ વિસ્તારમાં ફોર્મોસો નદીમાંથી મળી આવ્યો હતો. ૨૬ ફુટ લાંબો અને ૨૦૦ કિલો વજનનો આ સાપ કદાચ કુદરતી રીતે મૃત્યુ નથી પામ્યો. તેને ગોળી મારીને મારી નાખવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે અને એ વિશે વધુ તપાસ ચાલી રહી છે.