Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ અસલી Ajay Devgn જ છે કે એનો જુડવા?! વીડિયો જોઈ મુકાશો અસમંજસમાં

આ અસલી Ajay Devgn જ છે કે એનો જુડવા?! વીડિયો જોઈ મુકાશો અસમંજસમાં

29 January, 2023 08:37 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એવું કંઈક જોવા મળી રહ્યું છે કે લોકોને મનમાં સવાલ થઈ રહ્યાં છે શું ખરેખર આ અસલી અજય દેવગન છે?

અજય દેવગન જેવો દેખાયો વીડિયો ક્રિએટર

અજય દેવગન જેવો દેખાયો વીડિયો ક્રિએટર


સોશિયલ મીડિયા પર વીડિયો કે રીલ્સ જોતા હોય ત્યારે કેટલીક વાર એવા ઈન્ફ્લુએન્સર નજરે ચઢે છે જેનો ચહેરો બૉલિવૂડ સ્ટાર્સ સાથે મળતો હોય છે. અગાઉ આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિત જેવી દેખાતી ઈન્ફ્લુએન્સર ખુબ જ ચર્ચામાં આવી ચૂકી છે. ત્યારે હવે ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ પર અજય દેવગનનો ડુપ્લિકેટ(Ajay Devgn Duplicate) વ્યક્તિ લાઈમ લાઈટમાં આવ્યો છે. કેટલાક પોતાને આ સુપરસ્ટાર્સના ચાહકો માનતા હોય છે અને તેમની નકલ કરવાનો પ્રયાસ કરતા હોય છે.  અજય દેવગનનો આવો જ એક લુક આ દિવસોમાં વાયરલ થયો છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

અજય દેવગન (Ajay Devgn)નો લૂક વાયરલ થતા જોઈને લોકોએ તેને અસલી સમજી લીધો. વીડિયોમાં ડુપ્લિકેટ અજય દેવગન બિલકુલ અસલી અજય દેવગન જેવો દેખાય છે. આ ડુપ્લિકેટ અજય દેવગને પણ એ જ હેરસ્ટાઈલની નકલ કરી છે જે અભિનેતા 90ના દાયકામાં તેની ફિલ્મોમાં રાખતો હતો. હેર સ્ટાઈલ અને ચશ્માને કારણે આ ડુપ્લીકેટ અસલી અજય દેવગન લાગે છે. વીડિયોમાં તે અજય દેવગનના ગીત `તેરી નજર ઝુકે તો શામ ઢલે` પર લિપ સિંક કરતો દેખાય છે. તેની પાસે જે સ્ટાઈલ છે અને તે જે રીતે વર્તે છે તે જોઈને તમને પણ એવું થશે કે શું આ અસલી અજય દેવગન છે? એનો જુડવા છે કે શું છે?



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kailash Chouhan (@kailashchouhan296)


ડુપ્લીકેટ અજય દેવગનનો આ જબરદસ્ત વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જે ઈન્સ્ટાગ્રામ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો કૈલાશ ચૌહાણ નામના અકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે એક લાખ 80 હજારથી વધુ યુઝર્સે વીડિયોને લાઈક પણ કર્યો છે. કોમેન્ટ બોક્સમાં જઈને ખબર પડે છે કે લોકો નકલી ને અસલી માની રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2023 08:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK