એક એઆઇ આર્ટિસ્ટે એવી કલ્પના કરી કે દુનિયાભરના નેતાઓ જો રૉકસ્ટાર હોય તો તેણે પોતાની કલ્પના મુજબના ફોટોઝમાં ફેરબદલ કરીને તેના સોશ્યલ મીડિયામાં મૂક્યા હતા
એઆઇ ઍપ્લિકેશનનો ઉપયોગ આ ફોટોઝ તૈયાર કર્યા છે
એક સમયે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી એ વાત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) દ્વારા પલકવારમાં શક્ય કરી બતાવાય છે. તાજેતરમાં એક એઆઇ આર્ટિસ્ટે એવી કલ્પના કરી કે દુનિયાભરના નેતાઓ જો રૉકસ્ટાર હોય તો તેણે પોતાની કલ્પના મુજબના ફોટોઝમાં ફેરબદલ કરીને તેના સોશ્યલ મીડિયામાં મૂક્યા હતા. જ્યો જૉન મુલરના ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવેલા ફોટોઝ ઘણા લોકપ્રિય થયા છે. આ તમામ નેતાઓ વર્લ્ડ લીડરશિપ મ્યુઝિક કૉન્સર્ટમાં ભાગ લઈ રહ્યા છે જેમાં નરેન્દ્ર મોદી, જો બાઇડન, વ્લાદિમીર પુતિન જેવા નેતાઓ રૉકસ્ટાર બને છે. આર્ટિસ્ટે કહ્યું હતું કે મિડ જર્ની નામની એઆઇ ઍપ્લિકેશનનો ઉપયોગ આ ફોટોઝ તૈયાર કરવામાં કર્યો છે જેમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ડોનલ્ડ ટ્રમ્પ, નૉર્થ કોરિયાના કિમ જોંગ ઉન અને જર્મનીનાં ભૂતપૂર્વ ચાન્સેલર ઍન્જેલા માર્કલ જેવા નેતાઓનો ફોટોઝ પણ હતા.


