બધાએ ભેગા મળીને બન્નેનાં ફરી લગ્ન કરાવ્યાં હતાં
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશના બાંકામાં એક અસલી લવ-સ્ટોરીમાં અણધાર્યો ટ્વિસ્ટ આવ્યો હતો. જિલ્લાના મહેખાડીહ નામના ગામના શિક્ષક મનોહરદાસ અને કઠોન ગામની નિશાકુમારી બે વર્ષથી એકમેકના ગળાડૂબ પ્રેમમાં હતાં. થોડા મહિના પહેલાં તેમણે એક શિવમંદિરમાં મહાદેવની સાક્ષીએ લગ્ન પણ કરી લીધાં હતાં. અગાઉ ખાનગી સ્કૂલમાં નોકરી કરતા મનોહરને એ પછી સરકારી સ્કૂલમાં નોકરી મળી ગઈ હતી. નોકરી મળ્યા બાદ તેમણે પ્રેમિકા નિશાને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો. એ પછી નિશાએ નાછૂટકે પરિવારજનોને આખી ઘટનાની જાણ કરી હતી. પરિવારજનોએ ત્યાર બાદ મનોહરને શોધી કાઢીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો એટલું જ નહીં, બધાએ ભેગા મળીને બન્નેનાં ફરી લગ્ન કરાવ્યાં હતાં. મૌકા-એ-વારદાત પર પહોંચેલી પોલીસે બન્નેને સમજાવીને નિશાને સ્વીકારવા મનોહરને મનાવી લીધો હતો.

