સોશ્યલ મીડિયા યુઝર્સ આ વિડિયો જોઈને ખૂબ રમૂજ કરી રહ્યા છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સામાન્ય રીતે પ્લેનમાં લાંબી જર્ની કરવાની થાય એટલે ઘણા પૅસેન્જર્સ બેસી-બેસીને થાકી જાય છે. કોઈ વ્યક્તિને ઊંઘ આવે તો તેની પાસે સીટ પાછળ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો. જોકે એક બહેન તો આરામ ફરમાવવા માટે પ્લેનની ઓવરહેડ બિનમાં સૂઈ ગયાં હતાં. કોઈક પૅસેન્જરે પ્લેનમાંથી લીધેલા વિડિયોમાં કેટલાક લોકો હલનચલન કરી રહ્યા છે, કેટલાક લોકો શાંતિથી બેઠા છે અને એક મહિલા લગેજ મૂકવાની જગ્યાએ આરામથી સૂતી છે. હવે આ બહેન કઈ રીતે ઉપર ચડી ગયાં અને કોણે તેમને ચડવા દીધાં એનો જવાબ તો નથી મળ્યો, પણ સોશ્યલ મીડિયા યુઝર્સ આ વિડિયો જોઈને ખૂબ રમૂજ કરી રહ્યા છે.

