આ વિડિયો સોશ્યલ મીડિયા પર બહુ ઝડપથી વાઇરલ થયો હતો અને કહ્યું હતું કે આને કહેવાય રૉયલ ડિલિવરી.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
રાજાશાહી ઠાઠ માટે જાણીતા રાજસ્થાનમાં ડિલિવરી બૉય પણ ઘોડા પર સફર કરતા હોય એવો એક વિડિયો સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે. એમાં બ્લિન્કિટની યલો શર્ટ અને બૅગ ખભે ભરાવીને એક ભાઈ ઘોડેસવારી કરી રહ્યા છે. બ્લિન્કિટનો ડિલિવરી બૉય ઘોડા પર ખરેખર સામાન ડિલિવર કરવા જતો હોય એવું જ લાગે છે. આ વિડિયો સોશ્યલ મીડિયા પર બહુ ઝડપથી વાઇરલ થયો હતો અને કહ્યું હતું કે આને કહેવાય રૉયલ ડિલિવરી.
