Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીના ચહેરા જેવો માસ્ક પહેરીને ચોર પાંચ લાખના સ્માર્ટફોન ચોરી ગયો

નરેન્દ્ર મોદીના ચહેરા જેવો માસ્ક પહેરીને ચોર પાંચ લાખના સ્માર્ટફોન ચોરી ગયો

Published : 02 July, 2026 02:59 PM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુકાનમાં અંદર લાગેલા CCTV કૅમેરાના ફુટેજમાં આરોપી ચોરી કરતો દેખાયો હતો

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


રાજસ્થાનના ભીલવાડામાં ચોરીનો એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં ચોર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાનો માસ્ક પહેરીને મોબાઇલ શૉપમાંથી ડઝનબંધ સ્માર્ટફોન ચોરી ગયો હતો. ભીલવાડા જિલ્લાના કરેડા નામના કસબામાં એક મોબાઇલ શૉપમાં ચોર મોડી રાતે છત પરથી નીચે દુકાનમાં ઘૂસ્યો હતો અને લગભગ ચારથી પાંચ લાખ રૂપિયાની કિંમતના કુલ ૩૫-૪૦ સ્માર્ટફોન ચોરી ગયો હતો.

દુકાનમાં અંદર લાગેલા CCTV કૅમેરાના ફુટેજમાં આરોપી ચોરી કરતો દેખાયો હતો. એ વખતે તેના મોં પર માસ્ક લગાવેલો હતો. આ માસ્ક બીજા કોઈનો નહીં પણ નરેન્દ્ર મોદીના ચહેરાનો હતો.


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 02:59 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK